Home International બ્રિટન માં કોરોના વેક્સીન આપવામાં આવતા 2 લોકો બિમાર પડ્યાની ફરિયાદ મળી...

બ્રિટન માં કોરોના વેક્સીન આપવામાં આવતા 2 લોકો બિમાર પડ્યાની ફરિયાદ મળી છે.

4
0

બ્રિટન (Britain) માં પહેલા જ દિવસે ફાઈઝર (Pfizer) કંપનીની કોરોના વેક્સીન (Corona Vaccine)આપવામાં આવતા 2 લોકો બિમાર પડ્યાની ફરિયાદ મળી છે. આ બંને વ્યવસાયે સ્વાસ્થ્યકર્મીઓ (Health Employee) છે અને તેમને વેક્સીન એલર્જી રિએક્શન (Pfizer Allergic Reaction) થયું છે. રિપોર્ટ પ્રમાણે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)એ આ ઘટનાની જાણકારી આપી છે.
બંને પીડિત સ્વાસ્થ્યકર્મી રિએક્સ્શનના શિકાર (Allergic Reaction બન્યા છે. વેક્સીન (Vaccine) લીધા બાદ સ્વાસ્થ્યકર્મીઓ બિમાર પડતાની સાથે જ બ્રિટનની રેગ્યુલેટરી એજન્સી (Britain Regulatory Agency) એ ચેતવણી જાહેર કરી દીધી છે કે, એવા કોઈ પણ વ્યક્તિ કે જેને દવા, ખોરાક કે વેક્સીન લેવાની એલર્જી છે તો તેમને ફાઈઝર (Pfizer)ની કોરોના વેક્સીન ના આપવામાં આવે.
બ્રિટનમાં સ્વાસ્થ્યકર્મીઓ અને વૃદ્ધોને સૌથી પહેલા ફાઈઝરની કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. NHSના નેશનલ મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિસે જણાવ્યું હતું કે, વેક્સીનથી એલર્જીનો ભોગ બનનારા બંને લોકો ફરી પાછા સારી રીતે સાજા પણ થઈ રહ્યાં છે. બંનેને એલર્જી હોવાની હિસ્ટ્રી નોંધાયેલી જ હતી.
બ્રિટનમાં હાલ મોટા ભાગના 80 વર્ષથી વધારે ઉંમરના લોકોને ફાઈઝરની કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. તેના માટે દેશમાં 50 સેંટર ઉભા કરવામાં આવ્યા છે. સંપૂર્ણ રીતે વિકસીત કોરોના વેક્સીન માટે સામાન્ય લોકોનું ટીકાકરણ શરૂ કરનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. અમેરિકાએ હજી સુધી ફાઈઝરની રસીને ઉપયોગમાં લેવાની મંજુરી આપી નથી.
પહેલા તબક્કામાં બ્ર્રિટન ઝાઈઝરની કોરોના વેક્સીનના 8 લાખ ડોઝનો ઉપયોગ કરશે. જોકે બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મૈટ હેનકોકે કહ્યું હતું કે, ક્રિસમસના તહેવાર સુધીમાં દેશમાં 10 લાખથી પણ વધારે ડૉઝ હશે.

Previous articleશહેરની વટવા, નારોલ, નરોડા GIDCમાં ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવો ઘાટ જોવા મળે છે.
Next articleગુજરાતમાં હાલ કમોસમી વરસાદે જગતના તાતની ઉંઘ હરામ કરી મૂકી હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here