Home Crime વાલિયા વીજ કંપની સામે કાર વીજ પોલ સાથે અથડાય બે વ્યક્તિ નો...

વાલિયા વીજ કંપની સામે કાર વીજ પોલ સાથે અથડાય બે વ્યક્તિ નો આબાદ બચાવ

18
0

કાર ચાલક નેત્રંગ પાસે બાઈક ચાલક ને અડફેટમાં લઇ ભાગી છુટયા હતા

વાલિયા જી.ઇ.બી સામે કાર ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા કાર માર્ગની બાજુમાં આવેલ વીજ પોલ સાથે ભટકાતા કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. ૮ મી જુલાઈ ના રોજ સાંજના સમયે સ્વીફ્ટ કારના ચાલક ડેડીયાપાડા તરફથી પુરપાટ ઝડપે નેત્રંગ તરફ આવી રહ્યો હતો તે દરમ્યાન નિંગટ ગામ નજીક આવેલ હોટલ પાસે બાઈક સવાર યુવાનને અડફેટે લઈ કાર ચાલક ભાગવા જતા વાલિયા ગામના જી.ઇ.બી.ઓફિસ સામે સ્ટેયરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર માર્ગની બાજુમાં આવેલ વીજ પોલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માત સર્જી કારમાં સવાર બંને લોકો ફરાર થઇ ગયા હતા અકસ્માત અંગેની જાણ થતાં વાલિયા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર ના અંદાડા ની વર્ધનમ રેસીડેન્સી માં એક મકાન માં દોઢ લાખ ઉપરાંત ની ચોરી
Next articleઉમરપાડા માં ભાજપ ની કારોબારી સભા યોજાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here