Rajpipla

રાજપીપળા શહેરમાં બે ખાનગી હોસ્પિટલ ને કોવીડ હોસ્પિટલ તરીકે માન્યતા પરંતુ ઓક્સીજન ની તંગીમાં તબીબો મુંજાયા

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લા માં વધતા જતા કોરોના ના કેસ ને ધ્યાન માં લઇ જિલ્લા વહીવટીતંત્ર એ દર્દીઓ ના હિત માં રાજપીપળા ની બે ખાનગી હોસ્પિટલ ને કોવીડ હોસ્પિટલ તરીકે ની માન્યતા આપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોરોના ના પ્રથમ રાઉન્ડ માં એટલે કે ગયા માર્ચ મહિના માં રાજપીપળા માં વડીયા પેલેસ કમ્પાઉન્ડમાં 100 પથારી ની કોવીડ હોસ્પિટલ શરુ કરવા માં આવી હતી પણ હાલ માં કોરોના ના કેસ વધતા વધુ બેડ ની જરૂર પડતા તકલીફ ઊભી થઈ બીજી બાજુ સરકાર પાસે નર્મદા જિલ્લા માં સિવિલ હોસ્પિટલ અને કોવીડ હોસ્પિટલ વચ્ચે માત્ર એકજ એમ ડી ફીજીશ્યન ડોક્ટર છે જેથી ખાનગી હોસ્પિટલ જ્યાં એમ ડી ફીજીશ્યન છે તેવી બે હોસ્પિટલ ને 20-20 પથારી ની કોવીડ હોસ્પિટલ તરીકે માન્યતા આપી પરંતુ અંગત સૂત્રો ના જણાવ્યા મુજબ આ બંને હોસ્પિટલ ને ઓક્સિજન ની તંગી વર્તાય છે ત્યારે સરકારે દર્દીઓ ના હિત માં ઓક્સિજન સહીત તંત્ર તરફ થી જે ઇન્ફ્રાસ્ટ્રક્ટર આપવા યોગ્ય હોય તે સત્વરે પુરી પાડવી જોઈએ તેવી લોક લાગણી છે.

Leave a Reply

Your email address will not be published.