Crime

અંકલેશ્વરના પાનોલી ગામેથી જુગાર રમતા બે ઝડપાયા

તાલુકા પોલીસે ૨૩ હજાર ઉપરાંત મુદ્દામાલ જપ્ત કર્યો 

અંકલેશ્વર તાલુકા ના પાનોલી ગામેથી જુગાર રમતા બે જુગારીયા ને ઝડપી લઇ ૨૩ હજાર ઉપરાંત મુદ્દામાલ માલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ઘરી છે.

પોલીસ સુત્રીય માહિત મુજબ અંકલેશ્વરના પાનોલી ગામે નહેર પાસે જુગાર રમી રહ્યા હોવાની બાતમી ના આધારે તાલુકા પોલીસ રેડ કરતા પાનોલીમાં રહેતા શંકર કેશવલાલ પંડ્યા અને અંકલેશ્વર ની સુરતી ભાગોળ વિસ્તાર મા રહેતો મહંમદ આસીફ શાહરૂખ મહંમદ શેખ ને ઝડપી લઇ તેઓ પાસે થી રોકડા ૯ હજાર ૬૦૦ તેમજ બે નંગ મોબાઇલ મળી કુલ ૨૩ હજાર ઉપરાંત મુદ્દામાલ કબજે કરી બને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ઘરી છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.