Home NRI અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને દેશના સર્જન જર્નલ તરીકે ડૉ. મૂર્તિને પસંદ...

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને દેશના સર્જન જર્નલ તરીકે ડૉ. મૂર્તિને પસંદ કર્યા.

29
0

ભારતીય મૂળના અમેરિકન ફિઝિશિયન ડૉ. વિવેક મૂર્તિ એ રવિવારના કોવિડ-19 ને લઈને સૌને ચેતવ્યા છે. ડૉ. મૂર્તિને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને દેશના સર્જન જર્નલ તરીકે પસંદ કર્યા છે. મૂર્તિએ કહ્યું કે, જીવલેણ કોવિડ-19 સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને દેશને આ માટે તૈયાર રહેવું પડશે. બાઇડન વહીવટી તંત્રની કોવિડ-19 નીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા નીભાવનારા 43 વર્ષના મૂર્તિએ આ સંકટને પહોંચી વળવા માટે સારા જીવ આધારિત સર્વિલાન્સ અને કૉન્ટેક્ટ ટ્રેસિંગમાં વધારે રોકાણ કરવાની અપીલ કરી છે.
વાયરસ સ્વરૂપ બદલી રહ્યો છે, તૈયાર રહેવું પડશે
તેમણે કહ્યું કે, “વાયરસ આપણને કહી રહ્યો છે કે તે સતત સ્વરૂપ બદલી રહ્યો છે અને આપણે આના માટે તૈયાર રહેવું પડશે. આનો મતલબ છે કે આપણે નંબર-1 બનવું પડશે. વધારે સારા જીવ આધારિત સર્વિલાન્સ અપનાવવું પડશે, જેથી આપણે વાયરસના નવા વર્ઝન આવતા જ તેની ઓળખ કરી શકીએ.”
સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો પર બમણો ભાર આપવો પડશે
ડૉ. મૂર્તિએ આગળ કહ્યું કે, “આનો મતલબ છે કે આપણને સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો જેવા કે માસ્ક પહેરવું અને ઇન્ડોર સમારંભથી બચવું વગેરે પર બમણો ભાર આપવો પડશે.” ઉલ્લેખનીય છે કે બરાક ઓબામાના સમયે પણ અમેરિકાના જર્નલ રહેલા મૂર્તિએ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર અચાનક પદ છોડી દીધું હતુ.


Previous articleસંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ નાગરાજ નાયડુ એ સુરક્ષા પરિષદમાં કહ્યું કે,
Next articleસૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓ ને ગાઈડની કનડગતનો સિલસિલો યથાવત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here