Home Kheda (Anand) સ્પેક, એન્જીનીયરીંગના મિકેનિકલ વિભાગ દ્વારા U-ટ્યુબ મેનોમીટર બનાવાયું

સ્પેક, એન્જીનીયરીંગના મિકેનિકલ વિભાગ દ્વારા U-ટ્યુબ મેનોમીટર બનાવાયું

116
0

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના મિકેનિકલ વિભાગ દ્વારા” U-ટ્યુબ મેનોમીટર” બનાવ્યું હતું. આ ફરી શકે તેવા “U-ટ્યુબ મેનોમીટર” નો મુખ્ય હેતુ પાણીના દબાણનો તફાવત માપવાનો છે . આ U-ટ્યુબ મેનોમીટરની ખાસયત એ છે કે જે મરક્યૂરીની જગ્યાએ દબાણ માપવા માટે પાણીનો ઉપયોગ કરેલ છે અને આ સાધનના વૈકલ્પિક ઉપયોગ દ્વારા નાણાંની બચત કરી શકાય છે. આ U-ટ્યુબ મેનોમીટર સાધન મિકેનિકલ વિભાગના વિભાગીય વડા પ્રો .ધીરજ પટેલ દ્વારા બનાવવામાં આવ્યું છે અને મિ .સાજન પટેલ અને મિ. અમન પટેલ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો


આ ઉપરોક્ત સિદ્ધિ માટે સંસ્થાનાં ચેરમેન શ્રી ગિરીશ પટેલ,સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ , ભાવિન પટેલ તેમજ સ્પેક, એન્જીનિયરીંગના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. (પ્રો) પૌલોમી વ્યાસે સૌને અભિનંદન પાઠવ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here