Home Gujarat 8 ડિસેમ્બરથી યુજી સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષા લેવામાં આવશે.

8 ડિસેમ્બરથી યુજી સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષા લેવામાં આવશે.

2
0

ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 8 ડિસેમ્બરથી યુજી સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષા લેવામાં આવશે. સાથે પીજી સેમેસ્ટર 3ની પણ પરીક્ષા લેવાશે. 21 નવેમ્બરે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. કોલેજની ઈન્ટરનલ પરીક્ષા 5 દિવસ પહેલા પૂર્ણ કરાશે. ત્યારે આ મુદ્દે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને અનેક મુંઝવણો ઉભી થઈ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત યુનિ.એ આજે વહેલી સવારે યુજી-પીજીના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ સાથે બે તબક્કામાં તેમજ કોરોનામા પરીક્ષા વંચિત માટે વધુ એક ખાસ પરીક્ષા સાથે ત્રણ વાર પરીક્ષાઓ લીધી છે. ત્યારે આ પરીક્ષાઓ હમાણા જ પૂર્ણ થઈ છે ત્યાં નવી પરીક્ષાઓ જાહેર કરી દેવાઈ છે.
યુનિ.દ્વારા યુજી સેમેસ્ટર 3 ,5 અને પીજીમાં સેમેસ્ટર 3ની વિવિધ કોર્સની પરીક્ષાઓ 8 ડિસેમ્બરથી બે તબક્કામાં શરૂ કરવા જાહેરાત કરાઈ છે.જેને લઈને એનએસયુઆઈ દ્વારા હોબાળા સાથે ફરિયાદ કરવામા આવી છે કે યુનિ.એ યુજી-પીજીના સેમેસ્ટર 2 અને 4ના 20 હજાર જેટલા વિદ્યાર્થીઓનું હજુ સુધી મુલ્યાંકન જ કર્યુ નથી.

Previous articleરોગચાળાએ ગ્રાહકોની વર્તણૂકને કેવી રીતે બદલી છે અને બદલાતી પરિસ્થિતિમાં કંપનીએ પોતાને કેવી રીતે અનુકૂળ કર્યા છે.
Next articleપાકિસ્તાન અને રશિયાની વચ્ચે આ પાંચમો સંયુક્ત લશ્કરી યુદ્ધાભ્યાસ છે.,આ યુદ્ધાભ્યાસને ડ્રઝબા નામ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here