Home Crime હમીદપુરા ચોકડી નજીકથી કતલખાને લઇ જવાતા ૧૫ પશુઓ સાથે રૂ .૯,૯૪,૫૦૦/ ના...

હમીદપુરા ચોકડી નજીકથી કતલખાને લઇ જવાતા ૧૫ પશુઓ સાથે રૂ .૯,૯૪,૫૦૦/ ના મુદામાલ સાથે ત્રણ ઇસમનોને ઝડપી પાડતી ઉમરેઠ પોલીસ.

7
0

આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજયાણ સાહેબનાઓની સુચના અનુસાર આણંદ જીલ્લામાં બનતા મીલ્કત સંબંધી ગુનાઓ તેમજ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ સખી આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આવી પ્રવૃતિ અટકાવવા જરૂરી તકેદારી રાખવા સુચના આપેલ. જે સુચના આધારે શ્રી બી.ડી.જાડેજા સાહેબ ના.પો.અધિ.સાહેબ આણંદ, શ્રી ઝાલા સાહેબ સી.પી.આઇ. આણંદનાઓના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ પો.સ્ટે.ના સીની.પો.સબ ઇન્સ.શ્રી ટી.આર.ગઢવી સાહેબ તથા શ્રી એસ.એ.ઝાલા સાહેબનાઓએ ઉમરેઠ પોલીસ સ્ટેશનના માણસોને જરૂરી સુચનાઓ આપી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર જરૂરી વોચ રાખવા સુચના આપેલ. જે સુચના આધારે ઉમરેઠ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઉમરેઠ પો.સ્ટે.ના અ.હે.કો. પરેશકુમારનાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે સૈફુલ્લા દરગાહ પાસેથી એક આઇશર ગાડી નંબર GJ 16 Z 1150 માં ભેંસો ભરી કતલખાને લઇ જનાર છે.
અને આ આઇશર હમીદપુરા ચોકડી તરફ જનાર છે. તેવી ચોક્કસ બાતમી મળતાં ઉમરેઠ પોલીસની ટીમના માણસો સાંઇબાબા ચોકડી નજીક વોચમાં હતા. તે દરમ્યાન સદર બાતમીવાળી આઇશર ઉમરેઠ ઓડ ચોકડી તરફથી આવતા સદર આઇશર ટેમ્પાના ચાલકને સાઇડમાં ઉભી રાખવા ઇશારો કરતાં ઉભી રાખેલ નહી અને આઇશરના ચાલકે હમીદ પરા ચોકડી તરફ આઇશર પુરઝડપે ભગાડેલ. જેથી સદર આઇશરનો પીછો કરી હમીદપુરા ચોકડી નજીક રૉકી લીધેલ. અને સદર આઈશરમાં જોતાં આ કામના આરોપીઓએ આઇશર ગાડીમાં ૧૪ ભેસો તથા ૧ પાડો અત્યંત કુરતાપુર્વક ગળે ટુંપો આપી દોરડાઓથી બાંધેલા હતા. તેમજ સદર આઇશરમાં પાણી કે ધાસચારાની કોઇ વ્યવસ્થા કરેલ નહોતી. તેમજ પશુઓને આઇશર ગાડીમાં ભરી આઇશર ટેમ્પાની ઉપર તાડપત્રી દોરડાથી બાંધેલ હોવાથી હવા ઉજાસ પણ લઇ શકતા નહેતા. જેથી સદર આઇશરના ચાલકને આ ભેંસો બાબતે પુછપરછ કરતાં ઉમરેઠ સૈકુલ્લા દરગાહ નજીકથી જનેદ શેખનાઓએ ભરી આપેલ અને સદર આઇશર લઇ મૌઇન સૈયદ રહે. આતી નાઓએ મોકલેલ હોવાની હકિકત જણાવતાં તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને સદર ગુનાની વધુ તપાસ શ્રી એસ. એ.ઝાલા પો.સબ.ઇન્સ. ઉમરેઠ નાઓએ હાથ ધરેલ છે.
આરોપીઓના નામઃ
૧) સાજીદ અયુબ મલેક રહે. આતી અહેમદનગર તા.પાદરા જી.વડોદરા ગ્રામ્ય (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક (૩) મોઇન ઇસ્માઇલ સૈયદ રહે. આતી તા.પાદરા જી. વડોદરા ગ્રામ્ય (૪) જનેદ ઉર્ફે ભયલુ છાયતાઝહુસૈન શોખ રહે. ઉમરેઠ ખાટકીવાડ તા, ઉમરેઠ
મુદામાલ
(1) કતલ કરવા લઈ જવાતા ૧૪ ભેંસો તથા છે
એક પાડો કિ.રૂ. ૨,૮૮,૦૦૦/-(આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ -૨ કિં. રૂ. ૬૦૦૦/-તાડપત્રી નંગ -૧ કિંમત રૂ. ૦૦/- તથા આઇશર ગાડી નંબર GJ 16 Z 1150 કિ રૂ. ૭,૦૦, ooo/- મળી કુલ્લે રૂ .૯,૯૪,૫oo/- નો મુદામાલ તપાસ અર્થે કબજે લીધેલ છે.
કામગીરી કરનાર ટીમ
(૧) એ. એસ. આઇ રવિન્દ્રભાઇ (ર) અ.હે.કો પરેશભાઇ (૩) અ.પો.કો ભરતભાઇ (૪)અ.પો.કો. મહેન્દ્રભાઈ

Previous articleભારતમાં છેલ્લા 24 કલાકમાં 27 લાખથી વધારે રસીના ડોઝ સાથે કુલ રસીકરણનો આંકડો 11.72 કરોડથી વધારે નોંધાયો
Next articleવેકિસનેશનની કામગીરી અને આરટીપીસીઆર ટેસ્ટ વધુ થાય તે રીતનું આયોજન હાથ ધરવા આરોગ્ય વિભાગને અપાયેલી સુચના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here