કાકા ભત્રીજાઓએ સામસામે એકબીજાને મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદો દાખલ કરી.
ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે રહેતા પ્રવિણસિંહ ડાહ્યાભાઈ મકવાણા નું તેમની વડીલોપાર્જીત મિલકત પૈકીની ઘરના વાડાની જમીનમાં નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. પ્રવિણસિંહના ભત્રીજાઓ હરેન્દ્રસિંહ તથા અશ્વિનભાઈ નાઓ તેમની પાણીની પાઈપલાઈન તેમના કાકા પ્રવિણસિંહના નવા મકાનના ચાલતા બાંધકામની નીચે બાંધકામ તોડી લઈ જવાની જીદ કરતા હોય બોલાચાલી થઈ હતી. આ બાબતે પ્રવીણસિહે તેમની ફરિયાદમાં તેમના ભત્રીજા નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજિત મકવાણા તથા અશ્વિનભાઈ ઉર્ફે લાલાભાઇ અજીતસિંહ મકવાણા નાઓએ તેમને નવું બાંધકામ તોડવા જતા અટકાવતા કાકા પર કોદારા તથા લાકડી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા તેમ ફરિયાદમાં જણાવ્યું હતું. પ્રવિણસિંહ ડાયાભાઈ મકવાણા એ તેમના ભત્રીજા (૧) હરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજીતસિંહ મકવાણા (૨) અશ્વિનભાઈ ઉર્ફે લાલાભાઇ અજીતસિંહ મકવાણા રહે. વઢવાણા તાલુકો ઝઘડિયા વિરુદ્ધ રાજ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી ફરિયાદમાં હરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજીતસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે તેમના પિતાની માલિકીની જમીનમાં તેઓના કાકા પ્રવિણસિંહ મકાન બનાવી રહ્યા છે તેના નીચેથી તેમની પાણીની પાઈપલાઈન લઈ જવાનું કહેતાં તેના કાકા પ્રવિણસિંહે ના કહી ભત્રીજા ને ગમે તેમ ગાળો બોલી લાકડીનો સપાટો માથાના ભાગે મારી દેતા લોહી નીકળ્યું હતું. નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજીતસિંહ મકવાણા એ તેના કાકા (૧) પ્રવિણસિંહ ડાયાભાઈ મકવાણા (૨) વિશ્વજીતસિંહ પ્રવિણસિંહ મકવાણા (૩) ઉષાબેન પ્રવીણ મકવાણા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા