Home Crime તિલકવાડા ના પહાડ ગામના પુલ પાસે અજાણ્યા હત્યારા એ આધેડની હત્યા કરતા...

તિલકવાડા ના પહાડ ગામના પુલ પાસે અજાણ્યા હત્યારા એ આધેડની હત્યા કરતા ચકચાર ,હત્યાનો ગુનો દાખલ

7
0


મરનારે પહેરેલ સોનાની ચેઇન, સોનાની વીંટી તેમજ મોબાઇલ પણ ઘટના સ્થળે મળી ન આવતા પોલીસે તપાસ હાથ ધરી
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ના પહાડ ગામના પુલ પાસે એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તેંમના પુત્રએ આ બાબતે ફરીયાદ આપી છે

પ્રાપ્ત માહિતી અનુસાર રાજેશભાઇ શનાભાઇ બારીયા, રહે.માંગુ,તા. તિલકવાડા ની ફરીયાદ મુજબ તેમના પિતા શનાભાઇ નાનુભાઇ બારીયા ઉ.વ. ૭૦ નાઓ તા.૦૮ જુલાઈ ની સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા દરમ્યાન કોઇ એ પિતાને માથામાં મારી ગંભીર ઇજાઓ કરી તેમનું મોત નિપજાવી, મરનારે પહેરેલ સોનાની ચેઇન, સોનાની વીંટી તેમજ મોબાઇલ તથા તેમની ડાયરી ગાયબ હોય, માંગુ ગામની સીમમાં થી પહાડ ગામના પુલ પાસે કોઈ પણ જગ્યાએ તેમનું મોત નિપજાવી તેમનો મૃતદેહ પહાડ ગામના પુલ પાસે મળતા પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleભરૂચ જીલ્લામાં વિધાથીૅઓ માટે અલગ વેકશીનેશન સેન્ટર ઉભુ કરવા માંગણી કરી
Next articleયુનિયન બેંક ઓફ ઇન્ડીયાનાં કરોડો રૂપિયાનાં “ બેંક લોન કૌભાંડ ” નો પર્દાફાશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here