અંકલેશ્વર પાસેં ના નેશનલ હાઇવે પર નર્મદા હોટલ સામે એક અજાણ્યા વાહન ના ચાલકે અજાણ્યા શખ્સ ને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
પોલીસ સુત્રીય માહિત મુજબ અંકલેશ્વર ભરૂચ વચ્ચે ના નેશનલ હાઇવે ઉપર આવેલ નર્મદા હોટલ સામે રાત્રીના અરસામાં અજાણ્યા વાહન ચાલકે અંદાજીત ૩૫ થી ૪૦ વર્ષીય અજાણ્યા ઈસમને અડફેટ માં લેતા તેનુ સ્થળ ઉપર મોત નીપજ્યું હતું જયારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઇ ગયો હતો આ અકસ્માત ની જાણ શહેર પોલીસ ને થતા શહેર પોલીસે અજાણ્યા શખ્સ ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.