Home Crime યુનિયન બેંક ઓફ ઇન્ડીયાનાં કરોડો રૂપિયાનાં “ બેંક લોન કૌભાંડ ” નો...

યુનિયન બેંક ઓફ ઇન્ડીયાનાં કરોડો રૂપિયાનાં “ બેંક લોન કૌભાંડ ” નો પર્દાફાશ

17
0

ભરૂચ શહેર સ્ટેશન રોડ ઉપર આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડીયાનાં મેનેજરશ્રીએ તેઓની બેંક માં સુરતનાં “ જે.વી. ડેવલોપર્સ ” દ્વારા સને ૨૦૧૬-૧૭ નાં વર્ષમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં હથુરણ , તરસાડી , તથા અંક્લેશ્વર તાલુકા ના ઉટીયાદરા ગામોનાં વિસ્તારોમાં અલગ અલગ સર્વે નંબર ની જમીનો ઉપર રેસીડેન્સી મકાનો બનાવવા માટે ( ૧ ) કૈલાશ નગર ( ૨ ) ડિવાઇન વિલા ( 3 ) ડિવાઇન રેસીડેન્સી ( ૪ ) આરઝુ રેસીડેન્સી જેવા અલગ અલગ પ્રોજેક્ટનાં પ્લોટો પૈકી કુલ ૪૯ પ્લોટ ઉપર બેંક પાસેથી લોન મેળવવા પોતાના સગા વ્હાલા તથા ઓળખીતાને ખોટા ગ્રાહકો દર્શાવી બેંક લોન મેળવવા ખોટા ગ્રાહકો નાં નામે ખોટા દસ્તાવેજો બનાવી યુનિયન બેંક ઓફ ઇન્ડીયા ભરૂચ શાખામાં રજુ કરી કુલ રૂપિયા ૭,૭૭,૮૯,૦૦૦ / – ( સાત કરોડ સિત્યોતેર લાખ નેવ્યાસી હજાર ) ની લોન
“ જે.વી. ડેવલોપર્સ ” દ્વારા લેવામાં આવેલ જે લોન મેળવવા માટે બિલ્ડર્સ દ્વારા ખોટા નામે ખોટા દસ્તાવેજો , ખોટા સાટાખટ , ખોટા બાંધકામ કરાર , ખોટા ઇન્કમ ટેક્ષ રીટર્ન , બેંકમાં રજુ કરી તત્કાલિન બેંક મેનેજર સાથે સાંઠ ગાંઠ કરી કરોડોની લોન મંજુર કરાવી બેંક સાથે ઠગાઇ કરેલ જે બાબતે તારીખ ૨૪/૦૬/૨૦૨૧ નાં રોજ બેંક મેનેજર દ્વારા આરોપીઓ ( ૧ ) વિજય વિનુભાઇ ફિણવીયા ( ૨ ) જયદિપ વિનુભાઇ ફિણવીયા બંન્ને રહેવાસી પટેલ પાર્ક સોસાયટી , વરાછા રોડ , સુરત ( ૩ ) સુરેશભાઇ હિંમતભાઇ સુહાગીયા રહે- આનંદ પાર્ક હાઉસીંગ સોસાયટી , સરથાણા જકાત નાકા સામે , સુરત ( ૪ ) જગદીશભાઇ બાલુભાઇ વકેરીયા રહે . શિવાંજલી રો હાઉસ , ગડકુ રોડ , સુરત ( ૫ ) હરેશભાઇ કાળુભાઇ વકેરીયા રહે . પલસીટી સોસાયટી , પંડવાઇ રોડ , કોસંબા , સુરત ( ૬ ) ઘનશ્યામભાઇ બાબુભાઇ ઘોરી રહે- શ્યામવિલા રો – હાઉસ , સરથાણા જકાત નાકા , સુરત ( ૭ ) સંજયભાઇ ભુરાભાઇ ભુવા રહે . મેઘ મલ્હાર , સરથાણા જકાત નાકા , સુરત ( ૮ ) બેંક મેનેજર જી.કે.વસાવા રહે . ચિત્રકુટ સોસાયટી , રાજપીપળા , જિ . નર્મદા ( ૯ ) વેલ્યુઅર પ્રકાશ લોખંડવાલા રહે- સરદાર પટેલ કોપ્લેક્ષ GIDC અંકલેશ્વર , જિ – ભરૂચ ( ૧૦ ) વેલ્યુઅર બંકિમ દવે રમણલાલ દવે એન્ડ સન્સ રહે . ચાંચેલર , કૃષિ મંગલ સામે , રીંગ રોડ , સુરત ( ૧૧ ) વકીલ મુકુલ ઠાકોર રહે- પ્રિતમ સોસાયટી -૧ , કસક , ભરૂચ નાઓ સામે ઇ.પી.કો. કલમ ૧૨૦ બી , ૪૦૬,૪૨૦,૪૦૯ , ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ જેની તપાસ એ.કે.ભરવાડ પોલીસ ઇન્સપેકટર ભરૂચ શહેર એ ડીવીઝન નાઓએ સંભાળેલ .
ગુનાની ગંભીરતા જોઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી ગુનેગારોને પકડીને ગુનાનાં મુળ સુધી પહોંચવા માટે સુચના આપેલ તે મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી પુરાવા ઓ એકઠા કરવા તેમજ આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરેલ . આ કામનાં આરોપીઓએ કરેલ ગુનાની પધ્ધતિ ની ઝીણવટભરી તપાસ કરતા આ કામે મુખ્ય આરોપી બિલ્ડર વિજયભાઇ વિનુભાઇ ફીણવીયા નાઓએ આ કામનાં અન્ય આરોપી તત્કાલીન યુનિયન બેંક નાં મેનેજર જી.કે. વસાવા સાથે મળી ને ગુનાહિત કાવતરા ને અંજામ આપી ઠગાઇ કરી બેંક માથી ખોટી રીતે લોન મેળવેલ હોવાનું માલુમ પડેલ , જેથી આ કામનાં મુખ્ય આરોપી જે.વી. ડેવલોપર્સ નાં બિલ્ડર ( ૧ ) વિજય વિનુભાઇ ફિણવીયા ( ૨ ) જયદિપ વિનુભાઇ ફિણવીયા નાઓને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલ , પકડાયેલ આરોપી વિજય ફિણવીયાની ઝીણવટ ભરી પુછપરછ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયેલ , જે મુજબ બિલ્ડર આરોપીઓ એ તત્કાલિન મેનેજર જી.કે.વસાવા નાઓ સાથે સાઠ ગાંઠ કરી બેંક પાસેથી અલગ અલગ પ્રોજેક્ટ માં પ્લોટ ઉપર ખોટી રીતે બાંધકામ લોન મેળવી કૌભાંડ કરેલાનું સામે આવેલ .
આ કામે આરોપીઓ ( ૧ ) વિજય વિનુભાઇ ફિણવીયા ( ૨ ) જયદિપ વિનુભાઇ ફિણવીયા નાઓને તારીખ ૦૩/૦૭/૨૦૨૧ નાં રોજ ધરપકડ કરી નામદાર કોર્ટ માં રજુ કરી રીમાન્ડ ની માંગણી કરતા આરોપી નાં દિન ૦૬ નાં પોલીસ રીમાન્ડ મંજુર થયેલ , ત્યાર બાદ તત્કાલીન બેંક મેનેજર જી.કે. વસાવા નાઓને તા -૦૨ / ૦૭ / ૨૦૨૧ નાં રોજ ધરપકડ કરી નામદાર કોર્ટ માથી પોલીસ રીમાન્ડ મેળવવામાં આવેલ છે .
આરોપી ની મોડસ ઓપરેન્ડી
આ કામનાં મુખ્ય આરોપી વિજય ફિણવીયાએ ભરૂચ તથા સુરત જીલ્લામાં મકાન બાંધકામ માટે બેંક માથી લોન મેળવવા નગર નિયોજક દ્વારા પાસ કરવામાં આવેલ નક્શામાં ખોટી રીતે વધારાનાં પ્લોટો નો ઉમેરો કરી તે પ્લોટ પોતાનાં તથા અન્ય આરોપીઓનાં સગા વ્હાલા ઓળખીતા નાંઓને વિશ્વાસ માં લઇ “ પોતાને ઇન્કમ ટેક્ષ નો વાંધો આવે તેમ છે , તેથી પોતે આ પ્લોટ પોતાનાં નામે કરી શકાય તેમ નથી “ તેમ જણાવી સગા વ્હાલા / ઓળખીતાનાં નામ ઉપર પ્લોટ કરી તેઓની જાણ બહાર તેઓનાં ખોટા ઇન્કમ ટેક્ષ રીટર્ન બાંધકામ કરાર બનાવી તેઓના નામે બેંક માથી લોન મેળવેલ .
આ સમગ્ર બેંક લોન કૌભાંડનાં મુખ્ય સુત્રધાર ફિણવીયા બંધુ તથા તત્કાલીન બેંક મેનેજર
જી. કે. વસાવા તથા ભુતપુર્વ સીનીયર બેંક મેનેજર રમેશ સોલંકી નાઓની ધરપકડ કરવામાં આવેલ છે . તેમજ આ લોન કૌભાંડ માં સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલ છે .
તપાસમાં ટીમવર્ક થી કામગીરી કરનાર
( ૧ ) ASI દિનેશભાઇ ઇશ્વરભાઇ ( ૨ ) Hc વિનોદભાઇ ધનજીભાઇ ( ૩ ) Hc રાજેન્દ્રભાઇ નાથાભાઇ ( ૪ ) HC પ્રજ્ઞેશભાઇ પ્રવિણભાઇ ( ૫ ) HC જીતેન્દ્રભાઇ પ્રભાતભાઇ ( ૬ ) Pc પ્રિતેશભાઇ ઇશ્વરભાઇ ( ૭ ) Pc જસવંતભાઇ ચંદુભાઇ ( ૮ ) Pc પંકજભાઇ રમણભાઇ ( ૯ ) Pc સરફરાજ મહેબુબ ( ૧૦ ) PC પ્રદીપભાઇ બાબુભાઇ ( ૧૧ ) PC કાનુભાઇ શામળાભાઇ ( ૧૨ ) Pc મહેશભાઇ પર્વતસિંહ ( ૧૩ ) PC શક્તિસિંહ જીલુભા ( ૧૪ ) PC કાનાભાઇ ભિમાભાઇ ( ૧૫ ) Pc પિન્ટુભાઇ મેરાભાઇ ( ૧૬ ) PC અજયસિંહ અભેસંગ ( ૧૭ ) PC વિજયભાઇ ધનાભાઇ
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleતિલકવાડા ના પહાડ ગામના પુલ પાસે અજાણ્યા હત્યારા એ આધેડની હત્યા કરતા ચકચાર ,હત્યાનો ગુનો દાખલ
Next articleસરકારી મહિલા આઇ.ટી.આઇ. આણંદ (સાદાનાપુરા)માં ખાલી રહેલી બેઠકો ઉપર પ્રવેશ મેળવવા અંગે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here