Home India કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનમાં બિન વિપક્ષી દળો પણ...

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનમાં બિન વિપક્ષી દળો પણ કૂદી પડ્યા

17
0

કૃષિ કાયદાને લઇ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. આ બધાની વચ્ચે ભાજપે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનમાં બિન વિપક્ષી દળો પણ કૂદી પડ્યા છે. આ સતત ચૂંટણી હારી રહ્યા છે એટલે સરકારના વિરોધમાં ઉભા થઇ જાય છે અને પોતાના ભૂતકાળને ભૂલવાની સાથે પોતાના વચનોને પણ ભૂલી જાય છે.
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસે 2014ના મેનિફેસ્ટોમાં APMC એકટને માપ્ત કરશે. 2014મા કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં અંગ્રેજીમાં લખ્યું કે APMC એકટને Repeal કરશે અને હિન્દીમાં લખ્યું કે અમે આ કાયદામાં સંશોધન કરીશું જે અમે કરી રહ્યા છીએ.
લીઝ પર લેવામાં આવશે નહીં ખેડૂતોની જમીન
વિપક્ષ પર નિશાન સાંધતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ‘હું કાયદા મંત્રી તરીકે કહી રહ્યો છું કે ના તો ખેડૂતોની જમીનને બાનમાં લેવામાં આવશે અને ના તો લીઝ પર લેવામાં આવશે. અમે ખેડૂતોને ડિજિટલ માર્કેટ આપ્યું છે, જેમાં એક લાખ કરોડનો વેપાર થાય છે. ખેડૂતોને ભ્રમિત કરવાની કોશિષ થઇ રહી છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, ‘રાહુલ ગાંધીએ 2013 માં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ખેડૂત મંડીઓને મુક્ત દેવી જોઈએ. પૂર્વ કૃષિમંત્રી શરદ પવારે ઘણાં મુખ્યમંત્રીઓને એપીએમસી એક્ટ બદલીને ખેડૂત મંડીઓને મુક્ત કરવા પત્ર લખ્યો હતો.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, ‘શરદ પવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો APMC એક્ટમાં ફેરફાર કરવામાં આવશે તો અર્થવ્યવસ્થાને અસર થશે. અખિલેશ યાદવ આપને યાદ અપાવીશું કે કૃષિ સંબંધિત બાબતોની સંસદીય સમિતિમાં તમારા પિતા અને સમાજવાદીઓના અંતિમ અવાજ મુલાયમસિંહ યાદવે પણ એમ કહ્યું હતું કે ખેડૂતોને મંડી કલચરમાંથી બહાર આવવાની જરૂર હતી.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂત સંગઠનો ભલે આ વિપક્ષી દળોને ના બોલાવતા હોય પરંતુ છતાંય તેઓ હજી જવા માંગે છે. વિવિધ રાજ્યોએ ખેડૂતોની આવક વધારવા માટે સમયાંતરે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લાગૂ કર્યો. તેમાં મોટાભાગના રાજ્યો કોંગ્રેસ શાસિત રાજ્યો હતા. યોગેન્દ્ર યાદવે 2017 માં ટ્વિટ કર્યું હતું કે એપીએમસી એક્ટમાં કેમ ફેરફાર થઇ રહ્યો નથી.


Previous articleદિલ્હીમાં નવા સંસદભવન સાથે જોડાયેલા નિર્માણ સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી કરી.
Next articleમોંઘવારીએ માઝા મુકી શાકભાજી અને કઠોળ પછી ખાંડ, દૂધ અને ચાના ભાવમાં વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here