Business

કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પેટ્રોલને દેશના 10 શહેરોમાં લોંચ.

પ્રીમિયમ પેટ્રોલની દુનિયામાં આજે ભારતે એક નવી જ ઉંચાઈ હાંસલ કરી લીધી છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ Indian Oil Corporation)એ વર્લ્ડક્લાસ પ્રીમિયમ પેટ્રોલ (World Class premium petrol) લોંચ કર્યું છે. આ પ્રીમિયમ પેટ્રોલને XP100 (100 Octane) પેટ્રોલ કહે છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી (Oil Minister) ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) આ પેટ્રોલને દેશના 10 શહેરોમાં લોંચ કર્યું છે. આ સાથે જ ભારત દુનિયાના એ ગણતરીના દેશોમાં શામેલ થઈ ગયો છે જે આ સ્તરના પ્રીમિયમ પેટ્રોલ (Premium Petrol) નો ઉપયોગ કરે છે.

દુનિયાના માત્ર 6 ક દેશોમાં મળે છે

IOCL R & D દ્વારા વિકસિત 100 ઓક્ટેન પ્રીમિયમ પેટ્રોલ ભારતનું પ્રથમ 100 ઓક્ટેન માનક પેટ્રોલ છે. જે IOCL પેટ્રોલ પંપ પર એકસ્ટ્રા પ્રીમિયમ 100 (XP 100)નામથી મળશે. શરૂઆતમાં આ પેટ્રોલ 10 શહેરોમાંથી જનતા માટે ઉપલબ્ધ થશે અને તબક્કાવાર દેશભરમાં તેની ઉપલબ્ધતા કરાવવામાં આવશે. આ પ્રકારનું પેટ્રોલ ફક્ત 6 જ દેશોમાં ઉપલબધ છે. ભારત સાતમો દેશ બની ગયો છે. 6 દેશોમાં અમેરિકા, જર્મની, યૂનાન, ઇંડોનેશિયા, મલેશિયા અને ઇઝરાઈલ સામેલ છે. મોટાભાગના છુટક સ્ટેશનો પર ઓક્ટેન પેટ્રોલના ત્રણ પ્રકાર 87 (નિયામિત), 89 (મધ્ય-ગ્રેડ) અને 91-94 (પ્રીમિયમ) ઉપલબ્ધ થાય છે.

જાણો શું છે કિંમત અને શું થશે ફાયદો?

આ પેટ્રોલ વાહનોમાં ઉચ્ચસ્તરની શક્તિ અને પરફોર્મન્સ આપવામાં સક્ષમ છે. આ પેટ્રોલ ખાસ કરીને લક્ઝરી કારો અને દ્વિચક્રી વાહનોના પરફોર્મન્સને વધારે સારૂ બનાવે છે. ઓક્ટેન 100ના ઉપયોગથી વાહનોના એન્જીનના પરફોર્મન્સ અને એક્સેલેરશનમાં ભારે સુધારો જોવા મળશે. ભારતમાં તેની કિંમત 150 રૂપિયાની આસપાસ છે. દિલ્હી અને નોઈડામાં તેની કિંમત પ્રતિ લીટર 160 રૂપિયા પ્રતિલિટર છે.

આ શહેરોમાં મળશે

જે શહેરોમાં આ પેટ્રોલ મળશે તેમાં દિલ્હી, ગુડગાંવ, નોઇડા, આગરા, જયપુર, ચંદીગઢ, લુધિયાણા,મુંબઇ, પૂણે અને અમદાવાદ પણ સામેલ છે. આ ઇંધણ ઉત્તર પ્રદેશમાં આઇઓસીની મથુરા રિફાઇનરીમાં તૈયાર કરવામાં આવે છે અને તેના સિલેક્ટેડ પેટ્રોલ પંપો પર પુરૂ પાડવામાં આવે છે. ઓક્ટેન રેટિંગ ઇંધણની સ્થિરતાનું માપદંડ છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, આ ઇંધણ ઉત્તર પ્રદેશમાં આઇઓસીની મથુરા રિફાઇનરીમાં તૈયાર કરવામાં આવે છે અને તેના ગણતરીના પેટ્રોલ પંપોને જ તેનો પુરવઠો પુરો પાડવામાં આવશે. ઓક્ટેન રેટિંગ ઇંધણની સ્થિરતાનું માપદંડ છે. આ ભારત્ની ટેક્નોલોજીમાં કરવામાં આવેલી પ્રગતિનું પ્રમાણ છે. અમારી રિફાઇનરીઓમાં તેનું નિર્માણ આત્મનિર્ભર ભારતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Leave a Reply

Your email address will not be published.