૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના રૂપે જાયન્ટસ ગૃપ ઓફ ઈફ્કો સહેલી દ્વારા કન્યા વિહારની કન્યાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું અને સાથે સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

જાયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલીની હાજર રહેલ બહેનો અને કન્યાઓએ સાથે મળીને આન-બાન-શાન સાથે ધ્વજવંદન કર્યું હતું, અને ખૂબ જ આનંદ માણ્યો હતો. કન્યા વિહારની કન્યાઓએ જાયન્ટ ગ્રુપ ને ફરીથી આવવાનો આગ્રહ રાખ્યો હતો, ખરેખર આ એક વખાણ દાયક કાર્ય છે. જાયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલીની સંપૂર્ણ ટીમે તેમના આ કાર્યને વખાણ્યું હતું,કન્યાઓના ભોજન ના દાતા જાયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલીના ટ્રેઝડ કક્ષા વોરા રહ્યા હતા અને તેમની સાથે જાયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલીના પ્રેસિડેન્ટ પ્રિયંકા બાગરેચા, ગ્રુપ સ્પોન્સર ડોક્ટર સુનિતા દેવનાની, વી.પી પ્રિયા ચૌધરી અને ડાયરેક્ટર હેમા ગોલાણી હાજર રહ્યા હતા.
રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ