Home Kheda (Anand) સંયુક્ત રાષ્ટ્ર દિવસ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણીની પ્રતિબિંબિત કરતો વાર્ષિક સ્મારક...

સંયુક્ત રાષ્ટ્ર દિવસ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણીની પ્રતિબિંબિત કરતો વાર્ષિક સ્મારક દિવસ છે.

95
0

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેનું મુખ્ય મથક ન્યુ યોર્ક સિટીમાં આવેલું છે. બીજા વિશ્વ યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય સંઘર્ષની સ્થિતિમાં વિન્સ્ટન ચર્ચિલ અને ફ્રેન્કલીન ડી. રુઝવેલ્ટ દ્વારા ૧૯૪૨ માં સ્થાપના બાદ ચાર્ટરની મંજુરી મળ્યા પછી સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સત્તાવાર રીતે ૨૪ ઓક્ટોબર, ૧૯૪૫ ના રોજ અસ્તિત્વમાં આવી હતી જે દિવસ ને સમગ્ર વિશ્વ મા તેના વાર્ષિક સ્મારક દિવસ તરીકે ઉજવવામા આવે છે. સંયુક્ત રાષ્ટ્રની ૭૨ વર્ષ પહેલા ૫૦ દેશોએ મળીને સ્થાપના કરી હતી, હવે ૧૯૩ દેશ તેના સભ્ય છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA) ના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ અને પેનલ એડવોકેટસ ને તેઓની સંસ્થા તરફ થી રાષ્ટ્ર ના ૭૫ મા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવાની સુચનાઓ અપાયેલી છે.



જે અન્વયે PLV ટીમ ના શ્રી વિનયકાન્ત ડોડીયા, અનિલ કક્કડ અને સીનીયર એડવોકેટ વિપુલ વાઘેલા ના સંયુક્ત પ્રયાસો થકી તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સેન્ટ્રલ યુનિવર્સીટી હોસ્ટેલ, સેક્ટર-૨૪, ગાંધીનગર ખાતે એક શૈક્ષણિક મીટીંગ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. મુખ્ય વક્તા તરીકે શ્રી અનિલ કક્કડ એ કોલેજ ના વિદ્યાર્થી ઓ ની જરૂરિયાત ને લક્ષમા લઇ આ પ્રસંગે સંપૂર્ણ પણે ઇંગલીશ મા જ પોતાના સંબોધનમા જણાવ્યુ હતુ કે સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્ય કાર્યો આંતર રાષ્ટ્રીય સ્તરે સુલેહ- શાંતિ જાળવવી, માનવ અધિકાર અને માનવતાવાદી સહાય, સામાજિક અને આર્થિક વિકાસ, દુકાળ, યુદ્ધ અને કુદરતી આપત્તિ દ્વારા વિસ્થાપિત લોકો માટે ખોરાક, પીવાના પાણી, આશ્રય અને અન્ય માનવીય સેવાઓ પૂરી પાડવાના છે. ટીમના અન્ય વક્તા ઓ શ્રી સીનીયર એડવોકેટ વિપુલ વાઘેલા અને વિનયકાન્ત ડોડીયા એ પણ બંધારણ અને કાનૂની મુદ્દાઓ ઉપર પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

Previous articleરાજપીપળામાં ફોર લેન કામગીરીમાં મિલકતોને થતા નુકશાન બાબતે સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
Next articleરાજ્યમાં સાયબર ફ્રોડને રોકવા અને સાયબર અંગેના ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરવા વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here