કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલોક-4ના દિશા નિર્દેશો જાહેર કરી દીધા છે. 30 સપ્ટેમ્બર સુધી આ દિશા-નિર્દેશો અમલી બનશે. સૌથી મહત્વની વાત એ છે કે, અનલોક-4માં દેશભરની મેટ્રો સેવાઓ પુન: શરૂ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. જોકે શાળા-કોલેજોને કોઈ જ છુટછાટ આપવામાં આવી નથી.
અનલૉક 4ની ગાઈડલાઈનમાં હજી પણ શાળા-કોલેજોને બંધ જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મેટ્રો ટ્રેન સેવાઓને શરતી મંજુરી આપવામાં આવી છે.
કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ હવે ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દેશમાં આગામી મહિનેથી અનલોક-4 લાગુ પડશે. આ દરમિયાન શું શું ખુલશે અને કઈ કઈ છુટછાટ આપવામાં આવશે તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી છે.
Govt of India announces guidelines for ‘Unlock 4’ to be in force till September 30. pic.twitter.com/tpZTcBeVaY
— ANI (@ANI) August 29, 2020
અનલોક-3ની સમયમર્યાદા 31મી ઓગષ્ટે પુરી થવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નવી ગાઈડલાઈન્સ પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી શાળા – કોલેજો બંધ રહેશે. જોકે થિયટરો ખોલવાની મંજુરી આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી થિએટર શરૂ થઈ શકશે પરંતુ માત્ર ઓપન એર થિયેટર જ.

As per #Unlock4 guidelines, Delhi Metro will resume its services for public from September 7 in a calibrated manner. Further details on the Metro functioning and its usage by the general public will be shared once the detailed SOP on Metros is issued: Delhi Metro Rail Corporation https://t.co/TB1aevteYu
— ANI (@ANI) August 29, 2020
7 સપ્ટેમ્બરથી શરતો સાથે મેટ્રો રેલ સેવા શરૂ થશે. તેવી જ રીતે 21 સપ્ટેમ્બરથી સામાજીક કાર્યક્રમોમાં 100 લોકોને શામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી સામાજિક, ધાર્મિક, રાજકિય કાર્યક્રમોમાં માત્ર 50 લોકો જ શામેલ થઈ શકતા હતાં. હવે આ સંખ્યા વધારેને 100 લોકોની કરવામાં આવી છે.
કોરોનાની મહામરીને ધ્યાનમાં રાખીને ઈનડોર સિનેમા હોલ બંધ જ રહેશે. તેવી જ રીતે સ્વિમિંગ પૂલ પણ ના ખોલવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે.