Home International ટ્રમ્પને હાથ મિલાવવુ પસંદ નથી પણ જ્યારે મેળવવો જ પડે ત્યારે કરે...

ટ્રમ્પને હાથ મિલાવવુ પસંદ નથી પણ જ્યારે મેળવવો જ પડે ત્યારે કરે છે કંઈક આવુ

18
0

પોતાના આ પ્રકારના વિવાદિત નિવેદનો માટે જાણીતા અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ અને કન્ઝર્વેટિવ પાર્ટી (રિપબલ્કિન પાર્ટી)ના નેતા ડોનાલ્ડ ટ્રમ્પનો 14 જૂન એટલે કે આજે તેમનો જન્મદિવસ છે. ટ્રમ્પ દોસ્ત બનાવવા કરતા દુશ્મનો બનાવવા માટે વધુ મશહૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કહેવાય છે કે તેમને સામાન્ય રીતે હેન્ડશેક કરવું ગમતું નથી.
પરંતુ જ્યારે તેમને કોઈના જોડે હાથ મિલાવવા જ પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે તેઓ પોતાની અનોખી આદત મુજબ સામેવાળા વ્યક્તિનો હાથ પકડીને તેને પોતાના તરફ ખેંચે છે. જન્મદિવસના અવસરે તેમના જીવનની કેટલીક જાણી અજાણી વાતો જાણીએ.


રીયલ એસ્ટેટના મોટા ગજાના ઉદ્યોગપતિ

14 જૂન 1946ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ એક સંપન્ન પરિવારમાં થયો હતો. પિતા રીયલ એસ્ટેટના કારોબારી હતાં. બાદમાં આ જ કેરિયરને ટ્રમ્પે પણ અપનાવી અને સફળતાના નવા રેકોર્ડ સ્થાપ્યા. તેમણે ટ્રમ્પ પરિવારનો કારોબાર 400 કરોડ ડોલર સુધી પહોંચાડી દીધો. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરનેમથી અનેક કેસિનો, ગોલ્ફ કોર્સ, હોટલ બનાવડાવ્યા છે. તેઓ ટીવી પ્રેઝન્ટેટર પણ રહી ચૂક્યા છે અને 2004-2015 સુધીમાં એબીસી રિયાલિટી શો પણ હોસ્ટ કરી ચૂક્યા છે.
હેરસ્ટાઈલને લઈને ચર્ચામાં
ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રકારની હેરસ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહે છે. આ અંગે તેમણે એક ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ સૂઈને ઉઠે છે ત્યારે તેમના વાળ એવા નથી દેખાતા જેવા તસવીરોમાં જોવા મળે છે. તેમના જણાવ્યા મુજબ તેઓ પાતાના વાળને હેરડ્રાયરની મદદથી આગળ લાવે છે અને પછી પાછળ લઈ જઈને વ્યવસ્થિત છે.
ત્રણ ત્રણ લગ્નો કર્યા
ડોનાલ્ડ ટ્રમ્પે એક બે નહીં પણ ત્રણવાર લગ્ન કર્યા છે. પહેલી પત્ની ઈવાના ઓલિમ્પિકના ખેલાડી રહી ચૂક્યા છે. 1972 વિન્ટર ઓલિમ્પિકમાં ચેકોસ્લોવિક સ્કાય ટીમના તેઓ સભ્ય રહ્યા હતાં. તે જ વર્ષે તેમના લગ્ન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયા હતાં. 1992માં છૂટાછેડા થયાં. ટ્રમ્પની પહેલી પત્નીથી તેમના ત્રણ અને બીજી તથા ત્રીજી પત્નીથી એક-એક સંતાન છે.
ટ્રમ્પ ટાવરે મેળવી દુનિયાભરમાં નામના
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા તેઓ પોતાના 90 માળના ટ્રમ્પ ટાવરમાં રહેતા હતાં. જે અમેરિકાની સૌથી મોંઘી રહેણાંક પ્રોપર્ટી ગણાય છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યાં બાદ તેમણે ટ્રમ્પ ટાવરમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ સુરક્ષા કારણોસર આખરે તેમણે વ્હાઈટ હાઉસમાં જ રહેવું પડ્યું હતું. ટ્રમ્પ હાલ પરિવાર સાથે વ્હાઈટ હાઉસમાં જ રહે છે.


Previous articleઅમેરિકાના પહેલા હિંદુ મહિલા સાંસદ તુલસી ગબાર્ડે ભાગવદ ગીતાને લઈ જાહેરમાં કહ્યું કે…
Next articleભારત સરકારની આ જાહેરાતની અવગણના ના કરતા નહી તો પછતાશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here