અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાના ફરીથી ચૂંટાવાને લઇ હજુ પણ સંપૂર્ણપણે આશ્વસ્ત છે. જો બાઇડેન (Joe Biden) બહુમતીની નજીક પહોંચ્યા છતાંય તેઓ દરેક પ્રકારની ટ્રિક અપનાવી રહ્યા છે જેથી કરીને તેમણે વ્હાઇટ હાઉસ (White House)થી દૂર ના કરી શકાય. ટ્રમ્પ માટે જીત કેટલી અગત્યની છે તેનો અંદાજો તાજેતરની ટ્વીટ પરથી લગાવી શકાય છે કે જેમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ બાઇડેનના હાથોથી હાર્યા છે તો અમેરિકા છોડીને બીજે કયાંક વસી જશે.
તેમના આ ‘પ્રતિજ્ઞા’ને સામાન્ય રીતે લઇ શકાય નહીં કે ટ્રમ્પ પોતાની જીતને લઇ હદથી વધુ આશ્વસ્ત છે. ટ્રમ્પના આલોચક તો તેમને નાઇજીરિયામાં વસી જવાની સલાહ આપવા લાગ્યા છે, ત્યાં માટે ટ્રમ્પે ચૂંટણીના દિવસે ટ્વીટ કરી હતી કે અહીં તેમના સમર્થક Trump2020 ગીત ગાઇ રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ હાર્યા કે જીત્યા, અમેરિકામાં જ રહેશે
જો કે આ બધી વાતોને અલગ મૂકી દઇએ તો એ સ્પષ્ટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતે કે હારે, તેઓ કયાંય જવાના નથી. ટ્રમ્પ હારે છે તો પણ 2020માં તેઓ 2016 કરતાં વધુ સારી સ્થિતિમાં અને તેમનો જનાધાર વધ્યો છે. બાઇડેન જીતે પણ છે તો ટ્રમ્પ અમેરિકન ઇતિહાસના અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી ધ્રુવીકરણ કરનારા નેતા રહેશે. આ કહેવું સંપૂર્ણપણે યોગ્ય રહેશે કે અમેરિકાએ આની પહેલાં બીજો ટ્રમ્પ જોયો હશે નહીં.
બુશ-ક્લિંટનની જેમ ટ્રમ્પ નથી, જવાબદારીઓથી મુકતા થતા વધુ ખતરનાક થશે
સામાન્ય રીતે જે પ્રેસિડન્ટ બે કાર્યકાળ પૂરો કરી લે છે અથવા તો પ્રેસિડન્સી દરમ્યાન કેન્ડિડેટ હારી જાય છે તેઓ સક્રિય રાજકારણથી દૂર જતા રહે છે અને પોતાની આત્મકથા લખે છે. ક્લિન્ટન, બુશ, ઓબામા તેનું ઉદાહરણ છે. જો કે ટ્રમ્પની સાથે આવું થવાનું નથી. તેનાથી વિપરીત ડેમોક્રેટિક ગલિયારાઓને અત્યારથી જ પોસ્ટ-પ્રેસિડેન્શિયલ ટ્રમ્પ (રાષ્ટ્રપતિ પદ પરથી હટ્યા બાદના ટ્રમ્પ)ના અવતારની ચિંતા સતાવા લાગી છે.
‘બાઇડેન રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પ એકશનમાં આવી જશે’
એક ડેમોક્રેટિક કાર્યકર્તાએ કહ્યું કે જો બાઇડેન જીતે છે અને જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બને છે તો માનીને ચાલો કે ત્યારબાદ તરત જ ટ્રમ્પની રેલીઓ પણ શરૂ થઇ જશે. તેમણે કહ્યું કે વ્હાઇટ હાઉસ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ તો ડેમોક્રેટના હાથમાં હશે પરંતુ સેનેટના રિપબ્લિકન્સના હાથમાં હોવાથી ટ્રમ્પને મજબૂતી મળશે.
હાર્યા તો 2024ની તૈયારીઓમાં લાગી જશે ટ્રમ્પ
કેટલાંય રાજકીય પંડિતોએ એમ પણ અંદાજો લગાવ્યો છે કે હાર્યા બાદ ટ્રમ્પ 2024ની ચૂંટણીઓની તૈયારીમાં લાગી જશે. 2024મા ટ્રમ્પ 78 વર્ષના હશે, જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બનવા સુધી બાઇડેનની પણ આ જ ઉંમર હશે. તેની સાથે ટ્રમ્પ પોતાના બાળકો અને ખાસ કરીને ઇવાંકા ટ્રમ્પને પણ 2024ની ચૂંટણીમાં અગત્યની જવાબદારી સોંપી શકે છે.
Home International અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ફરીથી ચૂંટાવાને લઇ હજુ પણ સંપૂર્ણપણે...