International

ચીનની હરકતનો જવાબ આપવા US તૈયાર, ભારતનાં સીમાડે તૈનાત કર્યું મહાકાય યુદ્ધજહાજ

ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ સાઉથ ચાઇના સીથી લઇને હિંદ મહાસાગર સુધી પોતાનું પેટ્રોલિંગ વધારી દીધું છે. ચીનની નજીક સાઉથ ચાઇના સીમાં યુદ્ધાભ્યાસ ખત્મ કર્યા બાદ અમેરિકી નેવીનાં સાતમાં યૂનિટમાં સામેલ એરક્રાફ્ટ કેરિયર યૂએસ નિમિત્ઝ હવે આંદમાન નિકોબાર દ્વીપસમૂહની પાસે પહોંચી ગયું છે. આ વિસ્તારમાં ભારતીય નૌસેના પહેલાથી જ યુદ્ધાભ્યાસ કરી રહી છે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓ પર લગામ લગાવવા માટે અમેરિકાએ પોતાના ત્રણ એરક્રાફ્ટ કેરિયર્સને આ વિસ્તારમાં તૈનાત કર્યા છે.

સમુદ્રમાં અમેરિકાએ ચીનને બતાવી દીધી તાકાત

વર્તમાનમાં આમાંથી એક યૂએસ રોનાલ્ડ રીગન સાઉથ ચાઇના સીમાં જ્યારે યૂએસએસ થિયોડોર રૂઝવેલ્ટ ફિલિપિન્સ સાગરની આસપાસ પેટ્રોલિંગ કરી રહ્યું છે. તો અમેરિકાની આક્રમક ગતિવિતિઓથી ખિજાયેલું ચીન વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યું છે. અમેરિકાનાં સુપર કેરિયર્સમાં યૂએસએસ નિમિત્ઝને ઘણું જ શક્તિશાળી માનવામાં આવે છે. પરમાણુ શક્તિથી ચાલનારા આ એરક્રાફ્ટ કેરિયરને અમેરિકી નૌસેનામાં 3 મે 1975નાં કમિશન કરવામાં આવ્યું હતુ. આ કેરિયર સ્ટાઇક ગ્રુપ 11નો ભાગ છે જે એકલા પોતાના દમ પર અનેક દેશોને બરબાદ કરવાની તાકાત રાખે છે.

90 યુદ્ધ વિમાનો અને 3 હજાર સૈનિકો તૈનાત

332 મીટર લાંબા આ એરક્રાફ્ટ કેરિયર પર 90 યૂદ્ધ વિમાન અને હેલીકોપ્ટર્સ ઉપરાંત 3 હજારની આસપાસ સૈનિકો તૈનાત હોય છે. એરક્રાફ્ટ કેરિયર યૂએસએસ નિમિત્ઝ અમેરિકાનાં સાતમાં યૂનિટમાં સામેલ છે. આ યૂનિટ 1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે બંગાળની ખાડી પાસે પહોંચી ગયું હતુ. આનો ઉદ્દેશ બાંગ્લાદેશમાં હારી રહેલી (તાત્કાલિન પૂર્વ પાકિસ્તાન) પાકિસ્તાની સેનાને સહાયતા કરવાનો હતો, પરંતુ તે સમયે ભારતની સાથે રશિયા મજબૂતીથી ઉભું રહ્યું. જેના કારણે અમેરિકાનું સાતમું યૂનિટનું આ એરક્રાફ્ટ પાછું જતુ રહ્યું.

ચારેકોરથી દરિયામાં ઘેરાયું છે ડ્રેગન

ભારતની સાથે અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા હિંદ મહાસાગરમાં ચીનને ઘેરવા માટે તૈયાર બેઠા છે. જો હવે ડ્રેગને કોઈપણ હરકત કરી તો તેણે તેનો અંજામ ભોગવવો પડશે. ચીનનાં વેપારનો મોટો ભાગ હિંદ મહાસાગર દ્વારા જ ખાડી અને આફ્રિકી દેશોમાં જાય છે. જ્યારે ચીન પોતાની ઊર્જા જરૂરિયાતની મોટી આયાત આ રસ્તેથી કરે છે. જો ભારતીય નૌસેના આ રૂટને બ્લોક કરી દે ચીનને ક્રૂડ ઑઇલ સહિતની ચીજોની તંગીનો સામનો કરવો પડશે

Leave a Reply

Your email address will not be published.