Home Kheda (Anand) જિલ્‍લા માહિતી કચેરી, આણંદ ખાતે યોજાયેલ વેકસિનેશન કેમ્‍પ

જિલ્‍લા માહિતી કચેરી, આણંદ ખાતે યોજાયેલ વેકસિનેશન કેમ્‍પ

123
0

પ્રિન્‍ટ—ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ સહિત સેવા સદનના કર્મયોગીઓએ વેકસિનેશન કેમ્‍પનો લાભ લીધો.


આણંદ –: સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવા અને કોરોના સામે યુવાનો-વયોવૃધ્‍ધો સહિત બાળકોને પણ સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશથી સમગ્ર રાજયમાં તા.૩જી જાન્‍યુઆરીથી કિશોર-કિશોરીઓને કોરોના વેકસિનેશન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.


આજ રીતે તા.૧૦મી જાન્‍યુઆરીથી હેલ્‍થ વર્કરો, ફ્રન્‍ટલાઇન કોરોના વોરીયર્સ તેમજ સીનિયર સિટીઝનો અને કો-મોર્બિડ કન્‍ડીશનના દર્દીઓને પ્રીકોશન(બુસ્‍ટર) ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

આ અભિયાનના ભાગરૂપે પ્રિન્‍ટ-ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ કે જેઓ પણ સતત રાત-દિવસ કોરોના સામે જનજાગૃતિ માટે કાર્યરત રહેતા હોય છે તેઓને અને તેમના પરિવારજનોને પ્રીકોશન (બુસ્‍ટર) ડોઝ મળી રહે તે માટે ફ્રન્‍ટલાઇન કોરોના વોરીયર્સ તરીકે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ તથા મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીની રાહબરી હેઠળ જિલ્‍લા વહીવટી-આરોગ્‍ય તંત્ર અને જિલ્‍લા માહિતી કચેરીના સંયુકત ઉપક્રમે તા. ૨૭/૦૧/૨૦૨૨ અને તા. ૩૧/૦૧/૨૦૨૨ના રોજ આણંદના જૂના જિલ્‍લા સેવા સદન ખાતે આવેલ જિલ્‍લા માહિતી કચેરીના રૂમ નં.૧૦૮માં વેકસિનેશન અને ટેસ્‍ટીંગ માટેના કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કેમ્‍પમાં જિલ્‍લા આરોગ્‍યની ટીમે હાજર રહીને પ્રિન્‍ટ-ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ, કેમેરામેનશ્રીઓ, ફોટોગ્રાફરશ્રીઓ, જિલ્‍લા માહિતી કચેરીના કર્મચારીઓ સહિત સેવા સદનમાં આવેલ વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓએ તેનો લાભ લઇને જેઓએ પ્રથમ ડોઝ લીધો હતો તેઓએ બીજો ડોઝ અને જેઓએ બંને ડોઝ લીધા હતા તેઓ કે જેઓ પ્રીકોશન(બુસ્‍ટર) ડોઝ મૂકાવા પાત્ર થતા હતા તેઓએ વેકસિનેશન કરાવીને કોરોના સામે સુરક્ષા કવચ ગ્રહણ કર્યુ હતું. તો કેટલાંક પ્રિન્‍ટ-ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ-કર્મચારીઓએ કોરોનાનો રેપીડ ટેસ્‍ટ પણ કરાવ્‍યા હતા.આમ વહીવટી-આરોગ્‍યતંત્ર અને જિલ્‍લા માહિતી કચેરીના ઉપક્રમે યોજવામાં આવેલ આ વેકસિનેશન કેમ્‍પનો પ્રતિનિધિશ્રીઓ-અધિકારીઓ-કર્મચારીઓએ લાભ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here