મહામારી સામે રક્ષણ મેળવવા દરેક નાગરિકો વેકસીન લે તે જરૂરી છેઃ શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ પ્રમુખશ્રી ચીમનભાઇ લાડ
નવસારીઃ જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને નાથવા માટે વહીવટીતંત્ર અથાગ પ્રયાસો કરી રહયું છે ત્યારે કોરોના સામે લડવાનું શસ્ત્ર વેકસીન આપણી પાસે છે ત્યારે આરોગ્ય વિભાગના સહયોગથી શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ, બિલીમોરા દ્વારા વધુમાં વધુ લોકોને વેકસીન આપીને સુરક્ષિત કરી શકાય તે માટે રસીકરણ કાર્યક્રમ યોજયો હતો.
શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ, બિલીમોરા દ્વારા તા.૧૪મી ઍપ્રિલના રોજ ૩૦૦ સીનીયર સીટીઝનો અને વડીલોઍ વેકસીન કરાવ્યું હતું.
શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના પ્રમુખશ્રી ચીમનભાઇ લાડ જણાવે છે કે, શહેરમાં વધી રહેલા સંક્રમણને નાથવા માટે દરેક નાગરિકો નિયત સમયે રસીકરણ કરાવીને પોતાના પરિવાર, રાષ્ટ્ર અને રાજયને સુરક્ષિત કરે તે જરૂરી છે. શહેરીજનો કામ વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ તેમણે કરી હતી.
( શેખર ખેરનાર ડાંગ )