Home Gujarat વડોદરાની રાઇઝેન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કેન્સરની નવી દવા શોધાઈ : US FDAની મંજૂરી

વડોદરાની રાઇઝેન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કેન્સરની નવી દવા શોધાઈ : US FDAની મંજૂરી

124
0

વડોદરાની એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રીસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેનું વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજુરી માટે યુએસ એફડીએ સમક્ષ માગણી કરાઇ હતી. જેને યુએસ એફડીએ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જે બાદ હવે, આગામી ટુંક સમયમાં કંપની દ્વારા અમ્બ્રાલિસિબ (યુકોનિક) નામથી લીમ્ફોમા અને ફોલિક્યુલર લીમ્ફોમા માટે લોન્ચ કરવામાં આવનાર છે. વડોદરાની એલેમ્બ્કિ ફાર્મસ્યુટિકલ્સની નોવેલ ડ્રગમાં રીસર્ચ કરતી કંપની રાઇઝેન ફાર્માસયુટિક્સ એજી દ્વારા બ્લડ કેન્સરની સારવારમાં એક નવી દવાનંુ સંશોધન કરવામાં આવ્યું છે. જેની રીસર્ચ ટ્રાયલ અને માર્કેટિંગ યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે તેનું સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ વડોદરા એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવ્યું છે. જે દવાને યુએસના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા તાજેતરમાં જ મંજુરી આપવામાં આવી છે. યુએસ એફડીએ દ્વારા મંજુરી આપવામાં આવેલી ડ્રગ અમ્બ્રાલિસિબ (યુકોનિક)નું ભવિષ્યમાં પ્રોડક્શન પણ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવશે.
બ્લડ કેન્સર સહિતના કેન્સરના રોગોમાં હાલ ઇન્જેક્શન અને કિમો થેરાપી જેવી સારવાર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે દર્દીના બેડ તેમજ ગુડ સેલ પર અસર કરે છે. અમ્બ્રાલિસિબ (યુકોનિક) વિશ્વની પહેલી દવા છે જે મોં વાટે લઇ શકાય તેવી છે. જે બ્લડ કેન્સરના રોગની સારવાર માટે ઉપયોગી છે. આ દવા માત્ર દર્દીના બેડ સેલ પર જ અસર કરે છે. આ પ્રકારની દવા વિશ્વમાં પહેલી છે. આ દવાને એફડીએની મંજુરી મળતા ટુંક સમયમાં જ પહેલા યુએસમાં લોન્ચ કરવામાં આવનાર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here