Home South-Gujarat પંચમહાલ જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની ફાળવણી કરવામા આવી

પંચમહાલ જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની ફાળવણી કરવામા આવી

4
0

પંચમહાલ જીલ્લા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કાકણપુર જિલ્લા પંચાયત સદસ્ય અને બાહોશ મહિલા નેતા આદરણીય મણીબેન કે.રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. જે બદલ પંચમહાલ શિક્ષક અને સાહિત્ય સર્જક વિભાગ તરફથી મહેન્દ્રકુમાર ડી પરમારે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી નિમણૂકને આવકારી છે. છેલ્લા કેટલાય વર્ષોથી નિસ્વાર્થ ભાવે પ્રજા લક્ષી સેવાઓ કરતા અને સતત કાર્યશીલ રહેતા જોવા મળ્યાછે.

એક બાહોશ મહિલા નેતા તરીકે તેઓ હમેશાં નાના વ્યક્તિથી લઈને દરેક વર્ગના વ્યક્તિને મદદરૂપ થવાની ભાવના ધરાવે છે. તેમણે છેલ્લા એક વર્ષથી કોરોના સમયમાં તડકામાં પણ સતત સેવા કરતા જોવા મળ્યા છે. કેટલાય લોકોને ઘરે જઈ જાગ્રુતિ લાવવાનું,આશ્વાસન આપવાનુ અને દરેક રીતે મદદ કરતા જોવા મળ્યા છે. તેઓની ઉમદા કામગીરી જોતા પ્રાચીન સમયની નારીની યાદ અપાવી દે છે. તેઓને પંચમહાલ જીલ્લાના સમાજિક ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂકથી ખૂબ ગૌરવ વધાર્યું છે…


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleવાંકલ ગામે લોક ડાઉન ના સજ્જડ બંધ ના અમલ માટે મિટિંગ બોલાવવામાં આવી
Next articleડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here