South-Gujarat

માંડવી કોવિડ કેર સેન્ટર ખાતે ફિઝિશિયન ડોક્ટર નાં અભાવે વેન્ટિલેટર મશીનો ધૂળ ખાઈ રહ્યા છે.???

ફિઝિશિયન ડોક્ટર ની ભરતી માંડવી સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક કરવામાં આવે તો કોરોના સંક્રમણ ધરાવતા દર્દીઓ ને ધણી રાહત થશે.

માંગરોલ, દેગડીયા –માંડવી સરકારી હોસ્પિટલ ને ૩૦ બેડની કોવિડ કેર સેન્ટર ની મંજુરી આપતા માંડવી ટાઉન સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના કરો નાં સંક્રમણ ધરાવતા દર્દીઓને સારવાર માંડવી કોવિડ કેર સેન્ટર માં મળી રહીં છે. પંરતુ ફિઝિશિયન ડોક્ટર નાં અભાવે વેન્ટિલેટર મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. કોરોના ની પ્રથમ લહેર ફેલાઈ હતી ત્યારે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું એ સમયે બે જેટલા વેન્ટિલેટર મશીનો આપવામાં આવ્યા હતા. જ્યારે ફરી કોરોના નો કહેર વર્તાતા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે બંધ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં આશરે પાંચ જેટલા વેન્ટિલેટર મશીનો સુરત ખાતે થી આપવામાં આવ્યા હતા જેમાં ત્રોણ જેટલા વેન્ટિલેટર મશીનો આપવામાં આવ્યાં છે. પંરતુ ફિઝિશિયન ડોક્ટર નહીં હોવાથી મશીનો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી કોવિડ કેર સેન્ટર ખાતે વેન્ટિલેટર મશીનો ઉપલબ્ધ હોવા છતાં વેન્ટિલેટર મશીનો ઓપરેટર ફિઝિશિયન ડોક્ટર તેમજ અન્ય સુવિધાનો અભાવ હોવાનાં કારણે મશીનો બંધ હાલતમાં પડી રહ્યાં છે.સાત જેટલા વેન્ટિલેટર મશીનો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યાં હોવા છતાં સુરત જિલ્લા ના માંડવી તાલુકાના ૧૪૯ ગામડાં ધરાવતો મોટો તાલુકો હોવાને કારણે માંડવી સરકારી હોસ્પિટલ તાલુકાનું મુખ્ય હોસ્પિટલ ધરાવે છે. આ હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને સ્ટાફની ધટ હોવાની વ્યાપક ફરિયાદો છાશવારે ઉઠવા છતાં જવાબદાર અધિકારી ઓ અને નેતાઓ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી એવી ચર્ચા લોકો માં ચાલી રહી છે. સરકાર દ્વારા વહેલી તકે કોરોના કાર માં સરકારી હોસ્પિટલ ખાતે ફિઝિશિયન ડોક્ટર ની ભરતી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી રહી છે.

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.