Bollywood Corona-live

બોલીવુડના દિગ્ગજ સિંગર એસપી બાલા સુબ્રમણ્યનું શુક્રવારના 1 વાગ્યેને 4 મિનિટ પર નિધન થઈ ગયું છે…

બોલીવુડના દિગ્ગજ સિંગર એસપી બાલા સુબ્રમણ્યનું શુક્રવારના 1 વાગ્યેને 4 મિનિટ પર નિધન થઈ ગયું છે. તેઓ ગત મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા. જે હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યાંથી ગુરૂવારના સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતુ કે તેમની સ્થિતિ ઘણી જ ખરાબ છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકોએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ગત 5 ઑગષ્ટના તેમને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમણે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતુ કે તેમને ખાસ લક્ષણો નથી.

બાલા સુબ્રમણ્યમને સલમાન ખાનની અવાજ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સલમાનના અનેક હિટ ગીતો ગાયા છે. ગુરૂવારના તેમની હાલત ઘણી જ ગંભીર હોવાના સમાચાર બાદ સલમાન ખાને તેઓ જલદી ઠીક થાય તેવી પ્રાર્થના કરી હતી. સલમાન ખાને ટ્વીટ કર્યું હતુ કે, ‘બાલા સુબ્રમણ્યમ સર, તમે જલદી સાજા થાઓ તે માટે હ્રદયપૂર્વક સંપૂર્ણ તાકાત અને દુઆ આપું છું. તમે જે પણ મારા ગીતો ગાયા છે તેને ખાસ બનાવવા માટે આભાર, તમારો દિલ દીવાનો હીરો પ્રેમ, લવ યૂ સર.’

એસપી બાલા સુબ્રમણ્યમ જ્યારે કોરાનાથી સંક્રમિત થયા હતા તો તેમણે એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તેમણે જણાવ્યું હતુ કે તેમને ખાસ પરેશાની નથી, પરંતુ પરિવારના કહેવા પર એડમિટ થયા છે. તેમણે ફેન્સને કહ્યું કે ચિંતા ના કરે તેઓ જલદી ઠીક થઈને આવશે. ત્યારબાદ તેમની હાલત સતત બગડતી રહી. તો 14 સપ્ટેમ્બરના તેમના દીકરા તરફથી અપડેટ હતી કે તેમની હાલતમાં સુધારો છે.

એસપી બાલા સુબ્રમણ્યમે 16 ભારતીય ભાષાઓમાં લગબગ 40 હજારથી વધારે ગીતો ગાયા છે. તેમને પદ્મશ્રી (2001) અને પદ્મભૂષણ (2011) જેવા સન્માનો સહિત અનેક એવૉર્ડ્સ પણ મળે છે. એસપી બાલા સુબ્રમણ્યમે પહેલા હિંદી ફિલ્મ ‘એક દૂજે કે લિએ’ (1981)માં કામ કર્યું હતુ. આ ફિલ્મ માટે તેમને નેશનલ ફિલ્મ એવૉર્ડ

Leave a Reply

Your email address will not be published.