બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. લોકડાઉન પરિવાર સાથે કેવી રીતે પસાર કરી રહી છે. ફેન્સને આ અપડેટ આપી રહી છે. હાલમાં નુસરત ભરુચાએ ફેન્સને એક ટ્રીટ આપી છે. તેણે રાતના અંધારામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમા તે કહી રહી છે કે સમુદ્ર કિનારે તેણે વર્કઆઉટ સેટ પર કર્યો છે. કકડતી વીજળીને જોતા તે વર્કઆઉટ કરી રહી છે. પોતાની ફિટનેસ પર ધ્યાન આપનારી અભિનેત્રી નુસરત ભરુચાએ આ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ દરમિયાન તેણે બ્લેક સ્પોર્ટ્સ બ્રા અને પિંક જેગિંગ્સ પહેર્યું હતું.
આ પહેલા નુસરત ભરુચાએ લગ્ન અને ડેટિંગને લઇને ચર્ચા કરી હતી સાથે જ તેની મમ્મીએ કંફર્મ કર્યું કે અભિનેત્રી જલદી લગ્ન કરવાની છે. નુસરતે જણાવ્યું કે હું એક વસ્તુ ખૂબ સ્પષ્ટ રાખું છું જ્યારે પણ મમ્મી પપ્પાને બોયફ્રેન્ડને મલાવું છું તો પહેલા તેમને કહી દઉ છું તેમને કહું છું કે આજના સમયમાં આ મારો બોયફ્રેન્ડ છે. જો રિલેશન સફળ રહ્યું તો અમે લગ્ન માટે વિચારી શકીએ છીએ. અને સફળ ન થાય તો તમારે લોકોએ સમજવું પડશે કે આ આજે મારી જર્નીમાં મારો પાર્ટનર છે કદાચ કાલે ન પણ હોય જે બરાબર છે.