Home India કાળથી બચવા મહાકાળ પહોંચ્યો હતો વિકાસ દુબે, બૂમો પાડીને કહ્યું- હું છું...

કાળથી બચવા મહાકાળ પહોંચ્યો હતો વિકાસ દુબે, બૂમો પાડીને કહ્યું- હું છું વિકાસ

83
0

યુપીના કુખ્યતા ગેંગસ્ટર વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ થઇ છે. તે ઉજ્જૈનના માતા મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યો હતો. ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેની ઓળખ કરી છે. ત્યારબાદ તેની ધરપકડ કરી છે. હજી કોઇ સિનિયર અધિકારીઓએ પુષ્ટિ કરી નથી. વિકાસ દુબેને મહાકાલ પોલીસ સ્ટેશનમાં રખાયો છે. તે મધ્યપ્રદેશમાં છે તે સમાચાર સતત સામે આવી રહ્યા હતા. હવે ઉજ્જૈનથી તેની ધરપકડ થઇ છે.
યુપી એસટીએફ એ શહડોલથી તેના સાળા અને દીકરાની ધરપકડ કરી છે. ત્યારબાદથી સતત યુપી એસટીએફની ટીમ એમપીમાં સક્રિય હતી. કહેવાય છે કે વિકાસ દુબે એ જ મહાકાલ મંદિરના સુરક્ષાકર્મીઓને કહ્યું કે તે વિકાસ દુબે છે. પોલીસના સિનિયર અધિકારી ત્યાં પહોંચ્યા અને તેમની પૂછપરચ્છ કરી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિકાસ દુબે મહાકાલ મંદિર પહોંચ્યો હતો અને તેને ત્યાં જાતે જ બૂમો પાડીને કહ્યું કે તે વિકાસ દુબે છે. તેની ધરપકડ કરી લીધી. તેના પર મહાકાલ મંદિરની સુરક્ષામાં ખાનગી એજન્સીના ગાર્ડસે તેને પકડી લીધો અને પોલીસને જાણી કરી દીધી. ત્યારબાદ તેને મહાકાલ મંદિરથી પહેલાં મહાકાલ પોલીસ સ્ટેશન લઇ જવાયો ત્યારબાદ કોઇ બીજી જગ્યા પર લઇ જઇ તેની પૂછપરચ્છ થાય તેવી માહિતી સામે આવી છે.
વિકાસ દુબેની ધરપકડ એક માહિતી એ પણ સામે આવી હતી કે દુબે સવારે 7.45 વાગ્યે કેટલાંક સાથીઓ સાથે મહાકાલ મંદિરમાં દર્શન માટે આવ્યો હતો. આ દરમ્યાન ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓને શંકા ગઇ તો પોલીસને માહિતી આપી. પોલીસકર્મી તેને પોલીસસ્ટેશન લઇ પહોંચ્યા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here