GUJARAT

બિલોઠીથી સામરપાડા જવાનો રસ્તો બંધ કરાતા ગ્રામજનો વિફયૉ,

ખેડુતે પોતાની માલીકીની જગ્યામાંથી રસ્તો પસાર થતો હોવાથી બંધ કયૉના અહેવાલ,

રસ્તો બંધ કરાત ૩૫૦-૪૦૦ લોકોને ભારે હાલાકી,મામલતદારને રજુઆત,

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બિલોઠી ગામથી સામરપાડા ફળીયામાં જવાનો મુખ્ય રસ્તો હતો,જે ગામના જ ખેડુત બાબુભાઈ બેડીયાભાઇ વસાવાએ પોતાની માલીકીની જગ્યામાંથક રસ્તો પસાર થતા હોવાનું જણાવી રસ્તામાં કાંટા અને લાકડા નાંખી રસ્તો બંધ કરી દેવામાં આવત સામરપાડા ફળીયામાં રહેતા ૩૫૦-૪૦૦ ગ્રામજનો માટેનો અવરજવર થવાનો રસ્તો બંધ થઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો ૬૦-૭૦ વષઁથી તેનો ઉપયોગ અવરજવર માટે કરાઇ રહ્યો હતો,જવાબદાર લોકો ધ્વારા આ રસ્તાને પાકો પણ બનાવવામાં આવ્યો હતો,પરંતુ ગામના જ ખેડુત બાબુભાઈ બેડીયાભાઇ વસાવા રસ્તો બંધ કરતો ગ્રામજનોમાં ભારે આક્રોશ જણાઇ રહ્યો છે,અને રસ્તાનું તાત્કાલીક ધોરણે નિરાકરણ કરવા માટે નેત્રંગ મામલદારને લેખિત રજુઆત કરવામાં આવી હતી,આ બાબત જવાબદાર અધિકારીઓ પ્રજાહિતના પ્રશ્નોના નિરાકરણ માટે ક્યારે પગલા ભરે ચચોનો વિષય બન્યો છે.

* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Leave a Reply

Your email address will not be published.