નડિયાદના ક્રાઈસ્ટ ધ કીંગ ચર્ચના ધર્મગુરુને જાનથી મારી નાખવાની ધમકી આપવા સામે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ચર્ચના પટાંગણમાં કેન્ડલ માર્ચ કરી કૃત્ય આચરનાર લોકોને સદ્બુધ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી.
નડિયાદના ધર્મગુરુ ફાધર એન્ટોની ખ્રિસ્તીને ગત સપ્તાહે મનોજભાઈ પાઉલભાઈ મેકવાન અને અનંતભાઈ જે. મેકવાને આવીને કહેલ કે તું અહીંયા શું ધંધા કરે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નડિયાદમાં ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચના સભા પુરોહિત ફાધર ટોની ઉપર થયેલા હુમલાના સંદર્ભે રાજ્યભરમાં ખ્રિસ્તી સમુદાયમાં રોષ ભભૂકી ઉઠયો છે. જેને પગલે આવેદનપત્ર આપવાથી લઈ કેન્ડલ માર્ચ, શાંતિસભા, સદ્બુધ્ધિ પ્રાર્થના સભા, પોલીસ ફરિયાદ આવેદનપત્ર સહી ઝુંબેશ સહિતના આયોજન થઈ રહ્યા છે.
મનોજ મેકવાન તેમજ તેના મળતિયાઓને ઈશ્વર સદ્બુધ્ધિ આપે અને ધર્મ તરફ વળે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મહિલા અગ્રણી નીલાબેન તેમજ શાંતાબેન મેકવાને જણાવ્યું હતું કે, નડિયાદમાં બનેલી ઘટના એ નાનીસુની ઘટના નથી. આવી ઘટનામાં ચૂપ બેસી રહેવું એ કાયરતા છે અને શાંતિપૂર્ણ રીતે , ઈશ્વર સમક્ષ મીણબત્તી સળગાવીને આવા તત્વોને ઈશ્વર સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.