પાલિકા માં મંજુરી કામ તેમજ નોકરી માટે આવતા કર્મચારીઓ કોરોના વાયરસ નાં કહેર વચ્ચે જીવનાં જોખમે નોકરી કરતા હોય છે. એ ધ્યાન માં લઇ વિપુલ શાહ દ્વારા સુરક્ષા કવચ આપવામાં આવ્યું
માંગરોલ, દેગડીયા — વિપુલ શાહ એટલે સેવાનો ભંડાર કોઈ પણ વ્યક્તિ ને કે કોઈ પણ સમાજ માં નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પહોંચી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વિપુલ શાહે પાલિકા ના કર્મચારીઓ ને કોરોના સામે રક્ષણ મળે તેમજ ઓક્સિજન નું પ્રમાણ નહિ ધટે એ માટે અજમો અને કપૂર- લવિંગ ની પોટલી’ બનાવી વિતરન કરવામાં આવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નાં જીવદયા પ્રેમી વિપુલ શાહ એટલે સેવાભાવી અને ઉત્સાહિત વ્યક્તિ કોઈ પણ સમાજ માં કોઈ અનિચ્છનિય ઘટના બને તો તાત્કાલિક ધટના સ્થળે પહોંચી માનવતા પ્રમાણે કોઈ પણ સ્વાર્થ વિના સેવા કાર્ય શરૂ કરી દેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ નાં ધરે દિવસ હોય કે રાત્ર હોય સાપ નીકળે તો તાત્કાલિક ધટના સ્થળે જીવદયા પ્રેમીઓ પહોંચી જીવના જોખમે સાપ પકડી લેવામાં આવે છે. આવાં જીવદયા પ્રેમી વિપુલ શાહ અને એમના સાથી મિત્રો દ્વારા કોરોના સામે રક્ષણ લોકો ને મળે એવાં હેતું થી અજમો અને કપૂર-લવિંગ ની પોટલી’બનાવી ટાઉન માં લોકો ને આપવામાં આવી રહી છે. તેમજ નગર પાલિકા ના કર્મચારીઓ- ફાયર બ્રિગેડ ના જવાનો સહિતના કર્મચારીઓ ને અજમો અને કપૂર-લવિંગ ની પોટલી’નું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક કર્મચારીને જણાવ્યું હતું કે કોરોના વાયરસનાં સંક્રમણ ને ધ્યાન માં લઇ તમારી સુરક્ષા માટે આ આયુર્વેદિક પોટલી બનાવી છે. જેનાથી ઓક્સિજન નું પ્રમાણ તમને પૂરું પાડશે અને કોરોના જેવી મહામારી તમારા થી દુર રહેશે તદુપરાંત રસ્તે ચાલતા રાહદારીઓ સહિત ભિક્ષુકો ને પણ અજમો અને કપૂર-લવિંગ ની પોટલી’આપવામાં આવી હતી .
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત