Home Bollywood વિરાટ કોહલી બનશે પિતા, અનુષ્કા શર્માએ આપી ખુશખબર

વિરાટ કોહલી બનશે પિતા, અનુષ્કા શર્માએ આપી ખુશખબર

32
0

આજે અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના ફેન્સને બહુ મોટી ખુશખબર આપી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરીને પોતે માતા પિતા બનવાના સમાચાર ફેન્સને આપ્યા છે. અને જણાવ્યું છે કે જાન્યુઆરી 2021માં તેઓના ઘરે નાનો મહેમાન આવવાનો છે. બેબી બમ્પની સાથે આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે.



સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. જાન્યુઆરી 2021માં બાળકનો જન્મ થશે તેવી માહિતી પણ તેઓએ શેર કરી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શ્રમા બોલિવૂડ સહિત ક્રિકેટ જગતનાં સૌથી પાવરફૂલ કપલમાં સામેલ થાય છે. અને ફેન્સ હંમેશા આ ખુશખબરની રાહ જોઈને બેઠા હતા.
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાંની સાથે જ લોકોએ વિરુષ્કાને શુભકામના પાઠવવાનું શરૂ કરી દીધું હતુ. અને થોડી જ મિનિટોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા. લાખો લોકોએ વિરુષ્કાની પોસ્ટ લાઈક કરી હતી. અને હજારો ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ઈન્સ્ટાગ્રામમાં એક ફેને અનુષ્કાને પુછ્યું હતું કે, તમારા લગ્નને ઘણો સમય વીતી ગયો તો શું તમે બેબી પ્લાનિંગ કરી રહ્યા છો કો નહીં, ત્યારે અનુષ્કાએ કહ્યું હતું કે, ના અત્યારે કોઈપણ આવું પુછતું નથી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી શેમ્પુની એડ જાહેરાત સમયે પહેલી વખત મળ્યા હતા. તે સમયે વિરાટ ખુબ જ નર્વસ હતો. કેમ કે તેને એક્ટિંગ વિશે કાંઈ જાણકારી ન હતી. અને આ જાહેરાત બાદ બંને સારા ફ્રેન્ડ બની ગયા હતા અને ઘણી વખત સાથે જોવા મળતા હતા. વર્ષ 2017માં તેઓએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. અને આ લગ્નની ભારત સહિત સમગ્ર દુનિયામાં ખુબ જ ચર્ચા થઈ હતી. અને આજે આ ખુશખબર જાણીને પણ સોશિયલ મીડિયામાં હાલ તમામ લોકો વિરુષ્કાની જ વાતો કરી રહ્યા છે.


Previous articleડાકોર માં કોરોના ની માહિતી સમયસર ના મળતા જનતા માં ભારે આક્રોશ
Next articleઆજે ડાકોર મા આશરે ૨૦ કરતા પણ વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here