વ્લાદિમીર પુતિન માટે ઘણા જ સારા સમાચાર આવ્યા છે. વ્લાદિમીર પુતિન હવે 2036 સુધી સત્તામાં રહી શકશે. ત્યાંની જનતાએ આ સંવિધાન સંશોધનને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 2036 સુધી પદ પર રહેવા માટેની જોગવાઈ કરનારા સંવિધાન સંશોધન કાયદા પર જનતાનું મંતવ્ય માંગવામાં આવ્યું હતુ. આ વોટિંગમાં જનતાએ સંશોધનને મંજૂરી આપી છે.
6-6 વર્ષનાં બે વધું કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ પદ મળવું નક્કી
હવે સંવિધાન સંશોધન કાયદા દ્વારા પુતિનનો વર્તમાન કાર્યકાળ સમાપ્ત થયા બાદ તેમને 6-6 વર્ષનાં બે વધું કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ પદ મળવું નક્કી છે. કોરોના વાયરસ મહામારીનાં કારણે વોટિંગ સ્લો થયું. બૂથ પર લોકોની ભીડ નહોતી લગાવવામાં આવી. તમામ વોટિંગ એક અઠવાડિયામાં થયું. સંવિધાનમાં કરવામાં આવેલા સંશોધનો માટે જનતાને વિશ્વાસમાં લેવા માટે પુતિને મોટા સ્તર પર અભિયાન શરૂ કર્યું છે.
કોરોનાનાં ખતરાને નજરઅંદાજ કરીને કરાવ્યું વોટિંગ
રાજકીય વિશ્લેષક અને ક્રેમલિનનાં પૂર્વ રાજદ્વારી સલાહકાર ગ્લેબ પાવ્બોવ્સ્કીએ કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણનાં ખતરાને નજરઅંદાજ કરીને પુતિને આ વોટિંગ કરાવ્યું છે. જે તેમની સંભવિત નબળાઈ દર્શાવે છે. પાવ્લોવ્સ્કીએ કહ્યું કે, “પુતિનને પોતાના નજીકનાઓનો વિશ્વાસ મળ્યો નથી અને તેઓ આ વાતને લઇને ચિંતિત છે કે ભવિષ્યમાં શું થશે.” તેમણે કહ્યું કે, “તેમને એ વાતનો મજબૂત પુરાવો જોઇએ છે કે જનતા તેમનું સમર્થન કરે છે.”