વાંકલ ઝંખવાવ મોસાલી ના બજારો સંપૂર્ણ બંધ રહ્યા.
માંગરોલ, દેગડીયા –માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ અને મોસાલી ગામ માં કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકોએ કરેલું સ્વેચ્છીક લોક ડાઉન સફળ રહ્યું છે વાંકલ ઝંખવાવ ગામના બજારો જડબેસલાક બંધ રહ્યા હતા.
વાંકલ ગામે તેમજ ઝંખવાવ ગામે સવારથી જ બજારની તમામ દુકાનો બંધ રહી હતી માત્ર દૂધ કેન્દ્ર સવારે ૭ થી ૯ સુધી ખુલ્લા રહ્યા હતા અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહ્યા હતા કોરોના સંક્રમણ અટકાવાના મૂળ હેતુથી લોકોએ લોક ડાઉન કર્યું હોવાથી પોતાની રીતે જ ધંધા-રોજગાર થી દુર રહી દુકાનો બંધ રાખી હતી તેમજ લોકોએ પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું સમગ્ર દિવસ દરમિયાન બજારો સુમસામ દેખાતા હતા મોસાલી ગામે બપોરે 12:00 વાગ્યા પછી તમામ દુકાનો બંધ રહી હતી મોસાલી ચાર રસ્તા ની તમામ દુકાનો બંધ રહી હતી આગળના વર્ષે સરકારી તંત્ર દ્વારા લોક ડાઉન કરાયું હતું ત્યારે પોલીસ તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવતી હતી પરંતુ હવે લોકોએ સ્વૈચ્છિક રીતે લોક ડાઉન કર્યું છે જેથી બજારની તમામ દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી હતી છતાં લોકોને સહયોગ આપવા હેતુથી માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ત્રણેય ગામોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને વિવિધ પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત