Home Gujarat સાબરકાંઠાના દરામલીમાં 15 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ આવતા સ્વૈચ્છિક લોકડાઉન

સાબરકાંઠાના દરામલીમાં 15 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ આવતા સ્વૈચ્છિક લોકડાઉન

21
0

દરામલી ગામમાં 15 જેટલા પોઝિટિવ કેસ
આરોગ કલ્યાણ સમિતિએ બોલાવી બેઠક
સવારે 8 થી 12 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી

કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વ્યાપક રીતે ફેલાઇ રહ્યું છે, ત્યારે સાબરકાંઠાના દરામલીમાં એક સાથે 15 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ આવતા ગામની આરોગ કલ્યાણ સમિતિએ બેઠક બોલાવી હતી. બેઠકમાં 300 જેટલી દુકાનો સહિત ગામના તમામ લોકો માટે સ્વૈચ્છિક લોકડાઉનનો આગેવાનો સહિત વેપારીઓ અને સ્થાનિકોએ સ્વીકાર કર્યો હતો. જે અંતર્ગત ગામમાં સવારે આઠથી બાર વાગ્યા સુધી દુકાનો સહિત બજારો ખુલ્લાં રહેશે ત્યારબાદ ગામમાંથી હાઇવે પસાર થતો હોવા છતાં 300થી વધારે દુકાનો બંધ રહેશે. ગામમાં કોરોના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે તમામ લોકોને માસ્ક,સેનેટાઈઝર અને સામાજિક અંતર રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગામમાં ગત વર્ષે પાંચથી વધારે લોકોના મોત થયા હતા તેમજ 50થી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જેના પગલે આગામી સમયમાં ગામની પરિસ્થિતિ વધારે ન બગડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે પ્રતિદિન વધતા જતા કોરોના સંક્રમણ સામે દરામલી ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓએ લીધેલા નિર્ણયથી તમામ ગ્રામજનો કોરોના સંક્રમણ ઘટાડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન માટે સંમત થયા છે ત્યારે ગુજરાતના અન્ય ગામડાઓ પણ કોરોના સંક્રમણમાં એકરૂપ બને તે જરૂરી છે. જોકે કોરોના મહામારી દૂર કરવા માટે લેવાયેલો આ નિર્ણય સ્થાનિક ગ્રામજનોને કેટલો મદદરૂપ બનશે એ તો આગામી સમય જ બતાવશે.


Previous articleપાવીજેતપુર તાલુકાના તાલુકા પંચાયતમાં. આજરોજ બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતી નિમિત્તે તેઓની પ્રતિમાં નું ફુલ હાર થી વિધિ કરવામાં આવી
Next articleઆણંદના રોકડિયા હનુમાનજી મંદિરના દર્શન બંધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here