Home Kheda (Anand) ખેડા જિલ્‍લામાં કોવિડ-૧૯ સંક્રમણને પહોંચી વળવા વોલેન્‍ટર્સની ભરતી કરાશે રસ ધરાવતા ઉમેદવારોએ...

ખેડા જિલ્‍લામાં કોવિડ-૧૯ સંક્રમણને પહોંચી વળવા વોલેન્‍ટર્સની ભરતી કરાશે રસ ધરાવતા ઉમેદવારોએ નડિયાદ સિવિલ હોસ્‍પિટલનો સંપર્ક સાંધવાનો રહેશે

43
0

મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત સરકારની તા.૨૦/૦૪/૨૦૨૧ની જાહેરાત મુજબ કમિશ્ર્નરશ્રી, આરોગ્‍ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ.વિ.), ગાંધીનગરની તા.૨૧/૦૪/૨૦૨૧ના કા.આ.નં.સંકલન/કોવિડ-૧૯/કોરોના વોરીયર્સ માનદ રકમ/૨૧ હેઠળ કોવિડ-૧૯ની અસરોને પહોંચી વળવા માટે જરૂર મુજબના તજજ્ઞો વર્ગ-૧, તબીબી અધિકારી વર્ગ-૨, ડેન્‍ટલ ડોકટર વર્ગ-ર, આયુષ ડોકટર, સ્‍ટાફ નર્સ વર્ગ-૩, જુનિયર ફાર્માસિસ્‍ટ વર્ગ-૩, લેબોરેટરી ટેકનિશીયન વર્ગ-૩, એકસ-રે ટેકનિશીયન વર્ગ-૩, ઇ.સી.જી. ટેકનિશીયન વર્ગ-૩, વર્ગ-૪ કર્મચારીની જરૂરીયાત ઉભી થયેલ હોવાથી સદર સંવર્ગના વોલેન્‍ટર્સને કોવિડ-૧૯માં માનદ રકમથી ૩ (ત્રણ) માસ માટે જનસેવામાં જોડાવા માટે અપીલ કરવામાં આવે છે. તે માટે રસ ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા સાથે રૂબરૂ વહીવટી કચેરી, જનરલ હોસ્‍પિટલ, નડિયાદનો રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. આ પ્રક્રિયા જયાં સુધી પુરતા પ્રમાણમાં વોલેન્‍ટર્સ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધીના સમય માટે અમલમાં રહેશે તેમ જિલ્લા કલેકટરશ્રી અને મુખ્‍ય જિલ્‍લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


Previous article22 એપ્રિલ 2021નાં રોજ ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસ ની ઉજવણી કરવામાં આવી.
Next articleડેડીયાપાડા ના નિવાલદા ની 108 ના ઈ એમ ટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતા પૂર્વક એમ્બ્યુલન્સ માં નોર્મલ ડિલિવરી કરાવાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here