Home South-Gujarat વધઈ તાલુકા પચાયત ભાજપ હસ્તકની ખુદ ભાજપી તાલુકા સભ્યએ ડીડીઓને ફરીયાદ કરી

વધઈ તાલુકા પચાયત ભાજપ હસ્તકની ખુદ ભાજપી તાલુકા સભ્યએ ડીડીઓને ફરીયાદ કરી

15
0

વધઈ તાલુકા પચાયતનાં કોસીમદા ગ્રામ પચાયતમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટનો દુરઊપયોગ પેમેન્ટ અટકાવવા માંગ કરી
ડાંગ જિલ્લા પચાયતનાં વધઈ તાલુકા પચાયતનાં સદસ્ય પારૂલભાઈ ગામિતએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને લેકિત ફરીયાદ કરી છે જેમાં તેઓએ વધઈ ની કોસીમદા ગ્રામ પચાયતનાં સરપચ તથા તલાટીકમંત્રીનાં મેળાપીપણામાં 15 માં નાણાંપંચનાં ગ્રાન્ટ માંથી બોરનું કામ કરવામાં આવેલ છે જયાં જરૂર હતી તેવી જગ્યા પર કરવામાં આવેલ નથી પરંતુ કોસીમદા ગ્રામ પચાયતે ગ્રામજનોની મંજુરી વગર પોતાની મનસ્વી રીતે એવી જગ્યા પર કરવામાં આવેલ છે.
જયાં પહેલાંથી જ પાણીની સુવિધા છે જેમ કે નજીકમાં બોર,કુવો,તથા પાણીની પાઈપલાઈન છે અને અમુક જંગલ જમીન માં બોર મુકવામાં આવ્યાં છે ખરેખર રીતે સરકારી નાણાનો દુરઊપયોગ કરવામાં આવેલ છે બોરનાં કામ બાબતે તાલુકા સદસ્ય તથા ગ્રામજનોએ તલાટીકમ મંત્રીને ફરીયાદ કરી હતી તો તેઓને તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે બોરનાં કામો કરવામાં આવેલ છે મારી પાસે માહિતી નથી કોસીમદા ગ્રામ પચાયતમાં જયાં જરૂર નથી તેવી જગ્યાએ આવેલ પાણીનાં બોર જેવા કે દાનેલભાઈ પોસલ્યાભાઈ પવાર,શકકરીયા લખ્યા પવારની જંગલ ની જમીન, લાલસિંગ પોસલ્યાની જમીનને અડીને આવેલ ચેકડેમ માં બોર,વાળ્યાભાઈ કમુભાઈ પવારની જમીન,મર્થાબેન કમુભાઈ પવારની જમીનમાં બોર,જીવલ્યા મનસ્યા પવારની જમીન માં બોર ,ગજ્યા જતર્યા પવારની જમીનમાં બોર જેવી વગેરે જમીનમાં બોર ઊતારી નાણાનો દુરઊપયોગ કર્યો છે જે બાબતે તપાસ કરી પેમેન્ટ અટકાવવા માંગ કરાઈ છે.
શેખર ખેરનાર ડાંગ


Previous articleડાંગ જિલ્લાનાં આરોગ્યમાં કામ કરતી આશા વર્કરોએ આવેદન પત્ર આપી બાકી પગાર ચુકવવા પગારમાં વધારો કરવાં અને પોત્સાહીત રકમમાં વધારો કરવાં માંગ કરાઈ
Next articleવાહ રે કુદરત તારો અદભૂત નજારો એટલે વઘઇનો ગીરાધોધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here