Home Gujarat વાગરા ની વેલસ્પન કંપનીના કામદારો બાળકો અને પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચિમકી

વાગરા ની વેલસ્પન કંપનીના કામદારો બાળકો અને પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચિમકી

17
0

કામદારો ના બાળકો હાથમાં પ્લેબોડઁ દશાઁવી કંપની કામદારો સાથે પરિવાર ની મહિલાઓ પણ હડતાળમાં જોડાઈ હતી
મારા પપ્પા ડિપ્રેશનમાં જતાં રહ્યા છે મારૂ ભવિષ્ય અંધકારમય બની ગયું છે: પ્રીનકલ

વાગરા તાલુકાના દહેજ ઔદ્યોગિક વસાહતની વેલસ્પન કંપનીના કામદારોની એકાએક બદલી ના હુકમો કરી કંપનીને તાળા લટકાવી દેવાતા કંપનીના કામદારો કંપની ગેટ સામે ધરણા કરી રહ્યા છે ત્યારે કંપની સત્તાધીશો ના પેટનું પાણી પણ હાલતું નથી અને બદલી અટકાવવા મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય નહીં લેવાતા કામદારો સાથે નાના ભુલકાઓ અને પરિવાર ની મહિલાઓ પણ પરિવારજનો સાથે ધરણા માં જોડાયા હતા અને નાના બાળકો એ હાથમાં પ્લે બોડઁ દશાઁવી બદલીઓ અટકાવવા માંગણી કરી હતી અને જો તેમની માગણી નો ઉકેલ નહિં આવે તો સામૂહિક આત્મવિલોપન કરવાના આશય સાથે વેલસ્પન કંપની બહારના ધરણાં સ્થળ પર પહોંચ્યા હતા આજીવિકાનો પ્રશ્ન વધુ ગાઢ બનતા પરિવાર પર ચિંતાના વાદળો ઘેરાયા છે ગૃહિણીઓ અને બાળકોના ભવિષ્ય સામે જોખમ ઊભું થયું છે ત્યારે આ જોખમ સામે ઝઝુમવા કામદારો સાથે બાળકો અને મહિલાઓ પણ ધરણાં માં જોડાયા છે અને બદલી અટકાવવા માટે ન્યાયની માંગણી સાથે નિરાકરણ લાવવા મીટ માંડીને બેઠા છે અને જો નિરાકરણ નહિં આવે તો કામદારો સહ પરિવાર આત્મ વિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.દેશમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને બેકારી સામે ૪૦૦ થી વધારે કામદારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે એકાએક બદલી અને છૂટા કરી દેવાની કંપનીની નીતિ સામે છેલ્લા ૧૫ દિવસથી કાયમી કામદારો આંદોલનના સહારે જીવી રહ્યા છે અને બદલી અટકાવી નોકરી બચી જશેની આશમાં પંદર દિવસ વિતાવનર કામદારો હવે કંપની સત્તાધીશોથી નિરાશ થઈ જીવન ટૂંકાવવા આગળ ડગ ભરી રહ્યા છે આ સમગ્ર ઘટનાક્રમ વાગરા તાલુકાના દહેજ જીઆઇડીસીમાં આવેલ વર્ષો જૂની એન્જિનિયરિંગ કંપની વેલસ્પનમાં સર્જાયો છે કંપનીના સત્તાધીશોએ અચાનક આંતરરાજ્ય તેમજ કચ્છના યુનિટમાં ૪૦૦ થી વધારે કામદારોને ટ્રાન્સફર લેટર પકડાવી દેવાતાં રોજી રોટીના સવાલ સામે જજુમવાનો વારો આવ્યો છે.
વર્ષોથી પરસેવો રેડી કંપનીને ધમધમતી રાખનારા કામદારો નો રોજગાર છીનવી લેવામાં આવતા સંઘર્ષ કરવા કામદારો મજબૂર બની ગયા છે કંપની તરફથી કોઈ સકારાત્મક અભિગમ નહીં જોવાતાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવવા હેતુ કામદારોના સંતાનો અને પરિવારના સભ્યો પણ આંદોલનમાં જોડાયા છે સંતાનો ના ભવિષ્ય સામે ખતરો ઊભો થયો છે તો ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે નોકરીની સાથે પગાર પણ બંધ કરી દેવામાં આવતા લોન અને દેવામાં ડૂબેલા કામદારો મુશ્કેલીમાં મુકાયા છે અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા ૪૦૦ થી વધારે કામદારોના નાદથી કંપનીના આસપાસનું વાતાવરણ ગુંજી રહ્યું છે. નારાઓ થકી કંપની સંચાલકો અને સરકારને જગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ બેરોજગારીની ધાર પર ઉભેલા કામદારોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી કંપની સંચાલકો ની મનમાની અને વહિવટી તંત્ર ની નિળશતા કામદારો ના પરિવાર સાથે બાળકોને વિરોધના માર્ગ પર ખેંચવા મજબૂર કરી રહ્યા છે.
બાળકોને ભણીગણી ને ઉચ્ચ પદે પહોંચવાના સપનાઓ વિખેરાય જાય તેવી ભીંતિ સજાઁય છે બાળકો પોતાનું ભવિષ્ય અંધકારમય બની જશે તેવો ડર અનુભવી રહ્યા છે બેટી બચાઓ, બેટી પઢાઓના નારા આપનારી સરકાર સામે કુમારી પલકના હ્રદય કંપાવનારા રૂંવાડા ઊભા કરનારા સવાલ છે શું થશે નોકરીઓનું ? શું થશે અમારું ? અને શું થશે આ ૪૦૦ થી વધુ કામદારો ના પરિવારોનું…?
કંપનીના વહીવટ સામે આક્રોશે ભરાયેલા કામદારો જીવન નિર્વાહ ચલાવવા પણ નબળા બની ગયા છે કંપનીના વહીવટને શરમજનક ગણાવી પોતાના લોનના હપ્તા કોણ ભરશે ? અને પરિવાર કેવી રીતે ઘરનું તંત્ર ચલાવશે ? જેવા સવાલો વચ્ચે આત્મવિલોપનનો માર્ગ અપનાવવાની તૈયારી કરી રહ્યા છે. કંપની અને સરકારના નિદ્રાધીન આગેવાનોના બદલે સ્થાનિક આગેવાનો ખડે પગે ઊભા રહ્યા છે જેમાં કોંગ્રેસ અગ્રણી સુલેમાનભાઇ પટેલે જણાવ્યું હતું કે કામદારોને જ્યાં સુધી ન્યાય નહીં મળી જાય ત્યાં સુધી લડત લડવા અને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે દેશમાં રોજગરીનો મોટો પ્રશ્ન યથાવત છે ત્યારે રોજગારી છીનવી લેતા કંપનીના આ નિર્ણયની સામે બાંયો ચઢાવનારા કામદારોને ન્યાય કોણ અપાવશે તે યક્ષ પ્રશ્ન છે કામદારોના પરિવારોનું ભરણપોષણ કોણ કરશે ? અને બાળકોના ભવિષ્યની જવાબદારી કોણ ઉઠાવશે ? આવા અનેક સવાલો વચ્ચે કામદારો જાણે જીવન અને મરણ વચ્ચે ન્યાય માટે લડી રહ્યા હોવાનો આભાસ થઈ રહ્યો છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર ની ફીકોમ ચોકડી પાસે ટ્રક ચાલકે મોટર સાઈકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું મોત
Next articleભરૂચ જીલ્લામાં વિધાથીૅઓ માટે અલગ વેકશીનેશન સેન્ટર ઉભુ કરવા માંગણી કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here