આરોગ્ય કેન્દ્રના તમામ દદીઁઓને ફ્રુટવિતરણમાં સહકારી-રાજકીય આગેવાનો જોડાયા
તા.૧૫-૦૯-૨૦૨૧ નેત્રંગ
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના આગેવાન હાદિઁકસિંહ વાંસદીયાને રાજકીય-સહકારી નેતાગીરી વારસામાં મળી છે.મુળ કેલ્વીકુવા ગામના ધીરજસિંહ હરીબાવા વાંસદીયા કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સરપંચથી લઇને ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો.બેન્કના વા.ચેરમેન રહ્યા હતા
.તેમના પુત્ર સુરેન્દ્રસિંહ ધીરજસિંહ વાંસદીયા શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીયા એપીએમસીના બે ટમઁ માટે બિનહરીફ પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા હતા.નેત્રંગ તાલુકામાં ભાજપને બેઠી કરવામાં અને બાહોશ નેતાગીરી માટે આજેપણ લોકો તેમને યાદ કરે છે.પોતાના દાદા અને પિતાની રાજકીય- સહકારી નેતાગીરીનો મળેલા વારસો આજે હાદિઁકસિંહ વાંસદીયા સંભાળી રહ્યા છે.નેત્રંગ તાલુકા ભાજપના મહામંત્રી અને વાલીયા એપીએમસીના વા.ચેરમેન તરીકે ગરીબ ખેડુતના પ્રશ્રો અને ગરીબ જરૂરિયાતમંદ લોકો મદદરૂષ થવા માટે અગ્રેસર ભૂમિકા સંભાળે છે.તેમનો જન્મદિવસ હોવાથી વાલીયા એમસીએમના વા.ચેરમેન સંદિપ માંગરોલાએ નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇ રહેલા દદીઁઓને ફ્રુટ વિતરણ કરીને હાદિઁકસિંહ વાંસદીયાના જન્મદિવસની ઉજવણી કરી હતી.જેમાં સંદિપ માંગરોલા,શેરખાન પઠાણ,રાયસિંગ વસાવા,નેત્રંગ મામલદાર એલ.આર ચૌધરી,કિરણ ચાવડા,ભાવેશ વાંસદીયા અને દિવ્યાંગ મિસ્ત્રી સહિત આગેવાનો જોડાયા હતા.
* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ