શાંતિ નગરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર પણ પોલીસ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી
વાલિયા તાલુકાનાં હીરાપોર ગામના ટેકરી ફળિયામાં રહેતા બુટલેગર અનિલ રમેશ બૈસાની વિદેશી દારૂનું વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના પી.આઈ. એસ.કે. ગામિતે સ્ટાફ સાથે બાતમી વાળી જ્ગ્યા પર દરોડા પાડ્યા હતા. જેમાં હીરાપોર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
જેમાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 522 નંગ બોટલ અને એક બાઇક મળી કુલ રૂપિયા 1 લાખથી વધુનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે બુટલેગર અનિલ બૈસાની અને પ્રકાસ કાનજી વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા ગામ શાંતિ નગરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર પણ પોલીસ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.