Home India 7 દિવસ સુધી 1 જ બેગની સાથે ફરતો રહ્યો વિકાસ દુબેને દફનાઇ...

7 દિવસ સુધી 1 જ બેગની સાથે ફરતો રહ્યો વિકાસ દુબેને દફનાઇ ગયા કેટલાંય રાઝ?

71
0

કાનપુર શુટઆઉટનો મુખ્ય આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયો. વિકાસના એન્કાઉન્ટર બાદ પ્રશ્ન ઉઠાવી રહ્યો છે કે તેની સાથે જ કેટલાંય રાઝ પણ દફનાઇ ગયા? વિકાસ દુબે 7 દિવસ સુધી માત્ર એક બેગની સાથે યુપીની 50 ટીમો અને 6 રાજ્યોની પોલીસને ચકમો આપતો રહ્યો. દાવો કરવામાં આવી રહ્યો હતો કે વિકાસ દુબેને સફેદ કપડાવાળાઓનું સંરક્ષણ પ્રાપ્ત હતું આથી તે આટલા દિવસ સુધી બચતો રહ્યો. વિકાસ દુબેની પૂછપરચ્છ બાદ કેટલાંય રાઝ ખૂલવાનો અંદાજો હતો.
વિકાસ દુબેની ધરપકડ બાદ પૂછપરચ્છ દરમ્યાન કેટલાંય રાઝ ખૂલવાનો દાવો કરાયો હતો. કહેવાતું હતું કે કેટલાંય સફેદકપડાવાળા વિકાસના નિવેદન બાદ બેનકાબ થશે પરંતુ એવું થયું નહીં.
ધરપકડ બાદ ચિંતિત હતા સફેદ કપડાવાળા
સૂત્રોનું માનીએ તો વિકાસ દુબેને રાજકારણના ગુનાહિત ઇતિહાસના કેટલાંય રાઝ ખબર હતી. આથી જ તે આટલી મોટી ઘટના બાદ પણ બચતો ફરતો હતો. તેની ધરપકડ બાદ કેટલાંય નેતાઓ અને સફેદ કપડાવાળાઓ ચિંતામાં હતા.
વિકાસ સામાન્ય ગુનેગાર નહોતો
સામાન્ય રીતે ગુનેગાર કેટલાંય ગુના કર્યા બાદ બચી શકતો નથી પરંતુ વિકાસ દુબેનો ઇતિહાસ જુઓ તો તે કેટલાંય ગંભીર ગુના કર્યા બાદ પણ બચતો હતો. તેને ભાજપના પૂર્વ દરજ્જા પ્રાપ્ત રાજ્યમંત્રી સંતોષ શુક્લા સહિત કેટલીય હત્યાઓ ખુલ્લેઆમ કરતો અને તેના વિરૂદ્ધ કોઇ કંઇ બોલી શકતું નહોતું.
કેસ ડાયરીમાંથી કેવી રીતે નામ હટાવી લેતો હતો
કહેવાય છે કે વિકાસની વિરૂદ્ધ કોઇ પુરાવા મળ્યા નહોતા. જો કોઇપણ પ્રકારના પુરાવા મળી પણ જાય તો તેઓ પોતાની પકડથી પોતાનું નામ કેસ ડાયરીમાંથી હટાવી લેવડાવતો હતો.
કોની મદદથી છ દિવસ બચતો રહ્યો વિકાસ
ઘટના બાદથી બચતો ફરતો વિકાસ દુબે જ્યારે પકડાયો તો કહેવાતું હતું કે કેટલાંય રાઝ ખૂલશે અને કેટલાંય પ્રશ્નોના જવાબ મળશે. પ્રશ્ન હતો કે વિકાસ દુબેને કયાં પોલીસવાળા સંરક્ષણ આપી રહ્યા હતા? કયા સત્તાધારીઓ તેને સંરક્ષણ આપતા હતા? કોની મદદથી તે સતત ધરપકડથી બચતો ફરતો હતો?
કોઇપણ પ્રકારની ગાડી, રૂપિયા અને જરૂરી સામાન સાથે યુપીથી હરિયાણા અને પછી ત્યાંથી મધ્યપ્રદેશ પહોંચ્યો. આખી ઘટના સરેન્ડરની જેમ પ્લાન કરાઇ. વિકાસ દુબેનો એક જૂનો વીડિયો પણ સામે આવ્યો હતો આ વીડિયોમાં તે ભાજપના બે ધારાસભ્યો સાથે સંપર્કમાં હોવાની વાત કરતો હતો. જો કે જે ધારાસભ્યો તેની નજીક હોવાની વાત કરતો હતો તેમણે વિકાસ સાથે કોઇપણ પ્રકારના સંબંધ હોવાની વાત નકારી દીધી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here