Home Surat વકરી રહેલી કોરોના મહામારી ને કાબૂમાં લેવા વાંકલ ગામ ને તારીખ 18...

વકરી રહેલી કોરોના મહામારી ને કાબૂમાં લેવા વાંકલ ગામ ને તારીખ 18 થી 25 સુધી સ્વેચ્છિક લોક ડાઉન કરાયું

7
0

દૂધ શાકભાજી અને ફળફળાદી ની દુકાનો સવારે ૮ થી ૧૦ ખુલ્લી રહેશે.
માંગરોલ, દેગડીયા
–માંગરોળ તાલુકાના વાંકલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી કોરોના મહામારી ને કાબુમાં લેવા માટે વાંકલ ગામ ને તારીખ 18 થી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ લોક ડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
વાંકલ ગ્રામ પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલ વિગત મુજબ વાંકલ અને આસપાસના વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે આ મહામારી સહેલાઇથી કાબૂમાં આવે તેમ નથી જેથી મહા મારીને કાબુમાં લેવા માટે સ્વૈચ્છિક રીતે લોક સહયોગથી લોક ડાઉનલોડ કરવાનો નિર્ણય લેવાયો છે સવારે ૮થી ૧૦ દૂધ શાકભાજી ફળફળાદી દુકાનો ખુલ્લી રહેશે મેડિકલ સ્ટોર સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લા રહેશે ખુલ્લી રહેતી દુકાનો અને મેડિકલ સ્ટોર માં પ્રોવિઝન અને કરિયાણાની વસ્તુઓ વેચી શકશે નહીં આ સિવાયની ગામની તમામ દુકાનો બંધ રહેશે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleડુંગરી ગામે ધન શેર ખેતરાડી રસ્તાનું કામ શરૂ કરતા ખેડૂતોમાં આનંદ..
Next articleબે કારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here