વડોદરા શહેર પૉલીસ કમિશ્નર શ્રી ડો. સમશેર સિંઘ સાહેબ તથા J.C.P.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ D.C.P. ZONE-04 શ્રી એલ.એ ઝાલા સાહેબ તથા A.C.P. “G” DIV. શ્રી પી.આર રાઠોડ સાહેબ તથા વારસીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.એન. લાઠીયા ના માર્ગદર્શક હેઠળ *શી ટીમ * જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મહીલા વિરુધ્ધી ગુનાઓ અટૅકાવવા તથા સીનીયર સીટીઝન નાઓની મદદ કરવાના હેતુ તથા સમય સર મદદ પહોચી રહે તે માટે કાર્યરત છે. આજરોજ અમો વુ.એલ.આર દિપિકાબેન મફતલાલ તથા વુ.એલ.આર નિરાલીબેન પ્રભાતભાઇ નાઓ સાથે પોલીસ સ્ટેશન ફરજ ઉપર હાજર હતા તેવા માં એક યુવતી રૂબરુમાં વારસીયા પોલીસ સ્ટેશન આવી શી ટીમને મળી જણાવ્યુ કે મને સોનુ પઠાણ નામનો યુવક, ઘરેથી નીકળતી વખતે અવાર-નવાર મારો પીછો કરી મને હેરાન કરે છે તેમજ મને પ્રેમ સંબંધ રાખવા અને પોતાની સાથે ફોન ઉપર વાતો કરવા દબાણ કરે છે. આ બાબતે અમો વિરોધ કરતા અમોની જાહેરમાં છેડ્તી કરી માર મારેલ છે. જે બાબતની રજુઆત કરતા ભોગ બનનાર બહેન ની ફરીયાદ વારસીયા પોલીસ સ્ટેશન ગુના રજી,નં ૧૧૧૯૬૦૩૮૨૧૦૨૦૩ ઇ.પી.કો કલમ ૩૫૪, ૩૨૩, ૫૦૪,૫૦૬(૨) ૪૨૭ મુજબનો નોધી સદર આરોપી નામે સોનુ પઠાણ રહે ઇન્દીરાનગર પફની બેકરી પાસે કારેલીબાગ વડોદરા શહેર નાને ગણતરીના જ કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.