Home Kheda (Anand) સરકારશ્રીની રસીકરણની ઝુંબેશમાં સહભાગીબની આપણે આપણી ફરજ નીભાવીએ – ગંજબજારના પ્રમુખશ્રી બિપીનભાઇ...

સરકારશ્રીની રસીકરણની ઝુંબેશમાં સહભાગીબની આપણે આપણી ફરજ નીભાવીએ – ગંજબજારના પ્રમુખશ્રી બિપીનભાઇ શાહ

13
0

નડિયાદ-સમ્રગ વિશ્વ, દેશ રાજ્ય અને જિલ્લો હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનો બીજી લહેરનો સામનો કરી રહેલ છે. ત્યારે કોરોનાથી બચવા માટે કોવિડ વેક્સીન એક માત્ર ઉપાય બાકી રહ્યો હોઈ આ વેક્સીન લેવા બાબતે નડિયાદ ગંજબજારના પ્રમુખશ્રી બિપીનભાઇ શાહે જાહેર અપીલ કરી છે. તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, કોરોનાની મહામારીમાં આપણે સરકારશ્રીની ગાઇડ લાઇનનું પાલન કરીએ છીએ. ત્યારે સાથે સાથે આ રસી લઇને આપણી પોતાની તેમજ આપણા કુટુંબીજનોની સુરક્ષાને વધુ મજબૂત બનાવીએ. તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, ખેડા જિલ્‍લાનું નડિયાદનું ગંજબજારએ વેપારીઓ માટેનું મુખ્‍ય બજાર છે. અહિ રોજ જિલ્‍લાના હજારો નાના વેપારીઓ વેપાર ઘંધા માટે આવતા હોય છે, ત્યારે તેઓની સુરક્ષા માટે અમારા એસોસીએશન દ્વારા જિલ્‍લા કલેકટરશ્રીને રસીકરણના કેમ્પ માટે માંગણી કરવામાં આવી હતી. અમને ગર્વ છે કે ખુબ જ ટુંકા ગાળામાં જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ દ્વારા અમારા વેપારીઓ અને તેમના પરિવાર માટે સાથે સાથે અમારી દુકાને કામ કરતાં ગરીબ મજૂરોને પણ રસીનો લાભ આપ્યો છે. પોતે પણ સુરક્ષિત રહે છે. કોરોનાથી બચવા માસ્‍ક ફરજીયાત પહેરવો જોઇએ. કોરોના અંગે સરકારની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન કરવું જોઇએ.


Previous articleકેર હોસ્‍પિટલ, નડિયાદ ખાતે કોવિડ વેકસીનેશનની રસીનો કેમ્પ યોજાયો મુસ્‍લિમ બિરાદરોએ રસીકરણનો લાભ લીધો
Next articleદરેક બિરાદરોને કોવિડ વેકસીનેશનની રસી લેવા શહેર કાજીની અપીલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here