Home Bollywood બોલિવૂડના જાણીતા અને વર્સેટાઈલ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી છે.

બોલિવૂડના જાણીતા અને વર્સેટાઈલ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી છે.

409
0

બોલિવૂડ માટે વધુ એક દુઃખદ સમાચાર આ વર્ષ લઈને આવ્યું છે. બોલિવૂડના જાણીતા અને વર્સેટાઈલ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમના ઘરમાંથી આસિફ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે આત્મહત્યા શા માટે કરી અથવા તો તેમના મૃત્યુ પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આસિફે ગુરુવારે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મસાલામાં પોતાના ઘરમાં જ સુયુસાઈડ કર્યું હતું. એક કેફે પાસે મકાનમાં લટકતી હાલમાં બસરાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, પોતાના પાલતુ કૂતરાના પટ્ટાથી જ ગળા ફાંસો ખાધો હતો. પોલીસે આ કેસમાં બસરાની લિવ ઈન પાર્ટનરની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
વિદેશી મહિલા સાથે પાંચ વર્ષથી લિવ ઈનમાં રહેતા હતા
પોલીસે જણાવ્યું કે, આસિફનું શબ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. તેઓ દરેક એન્ગલની તપાસ કરી રહ્યા છે. આસિફ છેલ્લાં પાંચ વર્ષથી મેક્લોડગંજમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓ વિદેશી મહિલા સાથે લિવ ઈનમાં હતા. તેઓ અહીંયા તેની સાથે જ રહેતા હતા. પોલીસને આ મહિલા ઉપર શંકા હોવાથી તેની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. આસિફ બસરા ૧૯૯૮થી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. તેમણે વો, બ્લેક ફ્રાઈડે, જબ વી મેટ, વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ, કાઈપો છે, એક વિલન, ક્રિશ-૩ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે પાતાલ લોક અને હોસ્ટેજીસ જેવી વેબ સિરિઝ તથા રોંગ સાઈડ રાજુ ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આસિફ ડિપ્રેસનથી પીડાતા હતા. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી અહીંયા જ રહેતા હતા. ગુરુવારે બપોરે તેઓ પોતાના કૂતરાને બહાર ફરવા માટે લઈ ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ તેમણે આત્મહત્યા કરી લીધી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here