Home Bollywood જાણીતા ફેશન ડિઝાઇનર શરબરી દત્તા કોલકાતામાં તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા...

જાણીતા ફેશન ડિઝાઇનર શરબરી દત્તા કોલકાતામાં તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા છે…

30
0

જાણીતા ફેશન ડિઝાઇનર શરબરી દત્તા કોલકાતામાં તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા છે. ગુરુવારે તેમના કોલકત્તા નિવાસસ્થાનના બાથરૂમમાં શરબરીનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે હજુ સુધી તે જાણી શકાયું નથી કે શરબરી દત્તાના મોતનું કારણ શું હતું. સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
પોલીસ સૂત્રોને બાતમી મળી હતી કે બાથરૂમમાં મૃતક અવસ્થામાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શરબરી દત્તાછે એ સમયે સવા એક વાગ્યે રાત્રિના સુમારે આ બાબતની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ કોલકાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
આ બાબતે શરબરી દત્તાના પરિવારનું કહેવું છે કે 63 વર્ષીય ફેશન ડિઝાઇનર છેલ્લે મંગળવારે રાત્રે જમ્યા ત્યારે અંતિમ વખત તેમને જોવા મળ્યા હતા. ત્યારબાદ શરબરી દત્તાની કોઇ સાથે વાતચીત થઈ ન હતી.
આ કેસમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ફેશન ડિઝાઇનર શરબરી દત્તાનું કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું છે. પરંતુ તેના પરિવારના સભ્યો કહે છે કે તે એકદમ સાજી સારી હતી તેને કોઇ સમસ્યા ન હતી. જો કે, કોલકત્તા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને શરબરી દત્તાના અચાનક મોત પાછળનું કારણ શોધી રહી છે.
હાલમાં શરબરી દત્તાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. શરબરી દત્તા બંગાળના પ્રખ્યાત કવિ અજિત દત્તાની પુત્રી હતા. શરબરી વર્ષોથી પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે. પુરૂષોના એથનિક વેયરમાં તેમની માસ્ટરી હતી. એવુ કહી શકાય કે બંગાળી પુરૂષોને પહેલી વાર રંગબેરંગી ધોતી અને ડિઝાઇનર પંજાબી કુર્તાની ફેશનથી પરિચીત કરાવ્યા હતા.


Previous articleરાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે…
Next articleચૂંટણી અગાઉ જ્યારે આખા બિહારમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ થઇ રહ્યા છે એવામાં કિશનગંજ જિલ્લામાં ફરી એક નિર્માણધીન પુલ તૂટી ગયો છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here