Home South-Gujarat ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં જાણીતા વેલનેસ ટ્રેનર ડૉ. અભિલાષા દ્રિવેદીના વર્કશોપનું...

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં જાણીતા વેલનેસ ટ્રેનર ડૉ. અભિલાષા દ્રિવેદીના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

16
0

ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે સંસ્થાની ભુગૃભુમિ શાખા તથા જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સંયુકત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ ઇતર પ્રવૃતિના ભાગરૂપે એક ખાસ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપના આયોજનનો મુખ્ય હેતુ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવાનો હતો. જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ તથા ભારત વિકાસ પરિષદની ભૃગુભુમિ શાખાના સંયુકત ઉપક્રમે આયોજીત વર્કશોપમાં કોરોનાની મહામારીના કારણે માનસિક તાણ કેવી રીતે દુર કરવી તે વિષયને સાંકળી લેવાયો હતો. જાણીતા વેલનેસ ટ્રેનર ડૉ. અભિલાષા દ્રિવેદીએ તેમની આગવી શૈલીમાં શારીરીક અને માનસિક તણાવ, ડીપ્રેશન, રીલેશનશીપ મેનેજમેન્ટ, મેદસ્વીપણું, વાલીપણા સહિતના અનેક વિષયો પર પોતાના વિચારો રજુ કર્યા હતાં. તેમના વિશે મહત્વની વાત કરવામાં આવે તો તેમણે વૈદિક વિજ્ઞાનની નવી ટેકનીકસથી ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે. ખાસ કરીને તેમણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો અને બાળકોના પુનર્વસનના ક્ષેત્રમાં અનેક સંસ્થાઓ સાથે કામ કર્યું છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleવઘઇ ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન ખાતે પ્રવાસીઓનો જનસેલાબ ઉમટી પડયા
Next articleઆમોદ તાલુકાના વાતરસા કોઠી ગામના કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here