India

નેપાળની વધુ એક અવળચંડાઇ આવી સામે, ઉત્તરાખંડ નજીક સરહદ પર આ શું કરી રહ્યું છે!

ભારત-નેપાળની વચ્ચે ચાલી રહેલા નકશા વિવાદની વચ્ચે નેપાળે ફરી એકવખત ભારત વિરોધી નવી ચાલની હવા આપતા પોતાના સશસ્ત્ર પોલીસ બળ (APF) માટે ધારચૂલામાં એક બટાલિયન હેડક્વાર્ટર બનાવ્યું છે, જે ઉત્તરાખંડના ધારચૂલા જિલ્લાની સરહદ પર આવેલ છે. સોમવારના રોજ નેપાળી કમાંડેંટ પ્રભારી નરેન્દ્ર બમ એ કાર્યભાર સંભાળ્યો છે.

વાત એમ છે કે નેપાળના આ પગલાંનો હેતુ ધારચૂલામાં કાલી નદીની સાથે પોતાની સરહદ સુરક્ષાને મજબૂત કરવાની છે. આની પહેલાં તેને માત્ર એપીએફની એક કંપનીની જિલ્લામાં તૈનાતી કરી હતી. નેપાળી કમાંડેંટ પ્રભારી નરેન્દ્ર બમનું કહેવું છે કે વધુ તૈનાતી બાદ બટાલિયનની તાકાત વધારી દેવાશે.

બીજી ચોકીઓ બનાવાની તૈયારીમાં નેપાળ

રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા 8મી મેના રોજ લગભગ 80 કિલોમીટર લાંબા કૈલાશ માનસરોવર માર્ગનું ઉદ્ગાટન કર્યા બાદ બંને દેશોની વચ્ચે સરહદ તણાવને ધ્યાનમાં રાખતા નેપાળા આ પગલું ભર્યું છે. ત્યારથી નેપાળ સરકાર ભારત-નેપાળ બોર્ડર પર સતત એલર્ટ થઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે નેપાળની તરફથી કેટલાંય વિસ્તારો જેવાકે છંગરૂ, ડમલિંગ, ધારચૂલા, જૌલજીબી, લાલી, ઝૂલાઘાટ વગેરેમાં વધુ સરહદ ચોકીઓ બનાવા માટે યોજનાઓ ચલાવી રહ્યું છે.

પહેલાં પણ બનાવી હતી કેટલીય પોસ્ટ

નેપાળ સશસ્ત્ર પ્રહરી ફોર્સના મહાનિરીક્ષક હરિશંકર બુઢાથોકીનું કહેવું છે કે આ આઉટ પોસ્ટથી પંચેશ્વર જલવિદ્યુત પ્રોજેક્ટની સુરક્ષા, ભારત નેપાળ સરહદ દેખરેખ, કસ્ટમથી આવત પ્રાપ્ત સહિત કેટલાંય બીજા કામ કરશે. આ સિવાય BOP પર તૈનાત જવાન દરેક સમયે મહાકાળી નદીના કિનારાના ઘાટોનું પેટ્રોલિંગ કરશે.

આપને જણાવી દઇએ કે પહેલાં ભારતે ઉત્તર પ્રદેશ, બિહાર, અને ઉત્તરાખંડ જિલ્લાને અડીને આવેલી પોતાની કેટલીક સરહદો પર મોટી પોસ્ટનું નિર્માણ કરીને જવાનોની સંખ્યામાં વધારો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.