Home Tech વોટ્સએપ હાલ 4 ફીચર્સ પર કામ કરી રહ્યું છે અને યુઝર્સ માટે...

વોટ્સએપ હાલ 4 ફીચર્સ પર કામ કરી રહ્યું છે અને યુઝર્સ માટે ટૂંક સમયમાં આ ફીચર્સને લોન્ચ કરવામાં આવી શકે છે…

96
0

વોટ્સએપ પોતાના ગ્રાહકોને જોડી રાખવા માટે થોડા થોડા સમયના અંતરે નવા ફીચર્સ લઈને આવતું હોઈ છે. તેવામાં હવે નવી જાણકારી મળી રહી છે કે ટૂંક સમયમાં વોટ્સએપ 4 ફીચર્સ લોન્ચ કરી શકે છે. WABetaInfoને મળેલી જાણકારી પ્રમાણે વોટ્સએપ હાલ 4 ફીચર્સ પર કામ કરી રહ્યું છે અને યુઝર્સ માટે ટૂંક સમયમાં આ ફીચર્સને લોન્ચ કરવામાં આવી શકે છે.
નવા ચાર ફીચર્સમાંથી એક ફીચર ગ્રૃપ કોલ માટે રિંગટોન છે. જેમાં યુઝર્સને ગ્રૃપ કોલ માટે નવી રિંગટોન વાગશે, અને આ રિંગટોન લૂપ પર રહેશે તેવી જાણકારી છે. આ ઉપરાંત વોટ્સએપ હાલમાં જ એનિમેટેડ સ્ટિકર્સ માટે નવા જ એનિમેશનને રજૂ કરી શકે છે, જે લૂપ પર 8 વખત પ્લે થાય છે. તો લાંબા એનિમેટેડ સ્ટિકર્સ માટે લૂપને ઘટાડી શકાશે. આ ફીચર 2.20.198.11માં સામેલ છે.
આ ઉપરાંત વોટ્સએપ કોલના યુઝર ઈન્ટફેસને વધારે સારું બનાવવા પર કામ કરી રહ્યું છે. અપડેટ આવ્યા બાદ તમામ બટન સ્ક્રીન પર નીચે તરફ જોવા મળી શકે છે. તો વોટ્સએપ એન્ડ્રોઈડ યુઝર્વ માટે નવા ટૂલ ઉપર પણ કામ કરી રહ્યું છે. અને વોટ્સએપ સ્ટોરેજ યુઝેસને લઈ નવું ફીચર લોન્ચ કરી શકે છે. પણ હજુ તેની રિલીઝ ડેટ જાણવા મળી નથી. આ ટૂલની મદદથી યુઝર્સને ફોનની સ્પેસ ખાલી કરવામાં મદદ મળશે. તો સાથે જ વોટ્સએપમાંથી મીડિયા એક્સપ્લોરર ખુલી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here