Home India ભારતમાં બની રહેલી કોરોનાની વેક્સિન લોકો સુધી ક્યારે પહોંચશે? આ રહ્યો જવાબ

ભારતમાં બની રહેલી કોરોનાની વેક્સિન લોકો સુધી ક્યારે પહોંચશે? આ રહ્યો જવાબ

12
0

દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સિન શોધવાનાં પ્રયત્નોની વચ્ચે ભારતથી સારા સમાચાર આવી ચુક્યા છે. કોવિડ-19ની પહેલી દેશી વેક્સિન તૈયાર કરી લેવામાં આવી છે, જેને ભારત બાયોટેકે બનાવી છે. જલદી આ વેક્સિનનો હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવશે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આખરે આ વેક્સિન બજારમાં ક્યારે આવશે? આ માટે લેબથી માર્કેટ સુધી વેક્સિન આવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણવું જરૂરી છે.


લોકો સુધી એક દવા પહોંચવામાં 12 અને વેક્સિનને 8-10 વર્ષ લાગે છે
સામાન્ય રીતે લેબથી લોકો સુધી એક દવા પહોંચવામાં 12 અને વેક્સિનને 8-10 વર્ષ લાગે છે. આવામાં પહેલા તબક્કાનો ટ્રાયલ 1000-3000 દર્દીઓ પર કરવામાં આવે છે અને આમાં પણ 2 વર્ષનો સમય લાગે છે. તો ત્રીજા તબક્કાનો ટ્રાયલ 15,000થી 30,000 લોકો પર કરવામાં આવે છે અને આમાં 3-5 વર્ષ લાગે છે. ત્યારબાદ નિયામક સંસ્થા દ્વારા આની તપાસ કરવામાં આવે છે જેમાં ક્યારેક ક્યારેક તે વેક્સિન અથવા દવાનું સર્વેક્ષણ અને વધારે લોકો પર કામ તૈયાર કરવા માટે કહે છે.
વેક્સિનનો ટ્રાયલ જલદી કરવા માટે શું કરાય છે?
કોઈ વેક્સિનનો ટ્રાયલ જલદી શરૂ કરવો હોય તો આમાં પહેલા તબક્કાનું પરીક્ષણ સુરક્ષા અધ્યયનો પર કરવામાં આવે છે અને આને 50થી 500 લોકો પર કરવામાં આવે છે. આમાં 4 મહિનાનો સમય લાગે છે. બીજા તબક્કાનો ટ્રાયલ વેક્સિનનાં ડોઝ માટે કરવામાં આવે છે. આ તબક્કો 500થી 1000 લોકો પર કરવામાં આવે છે અને આમાં 4 મહિનાનો સમય લાગે છે. આ વેક્સિનનો ટ્રાયલ જલદી કરવા માટે પહેલા અને બીજા તબક્કાનો ટ્રાયલ એક સાથે કરવામાં આવે છે.
વધારે લોકો નેગેટિવ મતલબ વધારે લોકોને ઇલાજની જરૂર
ત્રીજા તબક્કાનો ટ્રાયલ વિભિન્ન આનુવંશિક પ્રકારો પર વેક્સિનનો પ્રભાવ દેખવા માટે કરવામાં આવે છે. આ ટ્રાયલ બીમારીની વ્યાપકતા અને સરકારની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની ભલામણ પર નિર્ભર કરે છે અને આને 1 હજારથી 50,000 લોકોની વચ્ચે કરવામાં આવે છે. આમાં લાગનારો સમય વેક્સિનનાં ડોઝ પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે આમાં 4 મહિનાથી લઇને 2 વર્ષનો સમય લાગે છે. ત્રીજુ ચરણ બાકીનાં બે તબક્કાઓનાં નેગેટિવ રિઝલ્ટ પર નિર્ભર કરે છે. ઓછું નેગેટિવ પરિણામ મતલબ ત્રીજા તબક્કામાં ઓછા લોકો જ જશે અને વધારે લોકો નેગેટિવ મતલબ વધારે લોકોને ઇલાજની જરૂર રહેશે.
2021નાં અંત સુધી આવી શકે છે કોરોનાની દવા
ત્યારબાદ તપાસ અને ચકાસણી માટે આ ટ્રાયલ્સનાં પરિણામ નિયામક સંસ્થાને મોકલવામાં આવે છે જેમાં 6 મહિના સુધીનો સમય લાગે છે. ત્વરિત પરીક્ષણવાળા વેક્સિનમાં પણ આટલો જ સમય લાગે છે. ભારત બાયોટેકે પોતાની વેક્સિનની કોઈ સમયસીમા નક્કી નથી કરી. જો બધુ જ વ્યવસ્થિત જઇ રહ્યું છે અને આ વેક્સિન ટ્રાયલનાં કોઈપણ તબક્કામાં અસફળ નથી થતી તો COVAXIN બજારમાં 2021નાં અંત સુધી આવી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે અત્યારે 150 વેક્સિન પોતાના અલગ-અલગ તબક્કામાં છે, પરંતુ આમાંથી લગભગ 10 વેક્સિન જ અત્યારે એડવાન્સ સ્ટેજ પર પહોંતી શકી છે.


Previous articleચીનનાં જોરે કૂદી રહેલા નેપાળમાં રાજકીય ઉથલ-પાથલ, વડાપ્રધાન ઓલી આપશે રાજીનામું!
Next articleગુજરાતમાં પ્રથમ કિસ્સો: રાજકોટમાં 10 વર્ષના સંજયે સર્જ્યો અજીબોગરીબ ચમત્કાર, ડોક્ટરો’યે આશ્ચર્યમાં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here